ગુજરાતની આ યુનિવર્સિટીએ કરી જાહેરાત: ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમો રહેશે સંપૂર્ણ FREE SCHOLARSHIP

જે એકમાત્ર કમાવનાર કુટુંબીજન ના મૃત્યુ પછી તેઓના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે હેતુસર અમે ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોમાં તેઓ માટે 100 ટકા FREE SCHOLARSHIP (મફત શિષ્યવૃત્તિ) મળી રહે તે અંગે નિર્ણય લીધો છે. 

ગુજરાતની આ યુનિવર્સિટીએ કરી જાહેરાત: ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમો રહેશે સંપૂર્ણ FREE SCHOLARSHIP

અતુલ તિવારી, અમદાવાદ: છેલ્લા એક વર્ષથી વધુ, કોવીડ19 (Covid 19) વૈશ્વિક મહામારીએ સમર્ગ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ રોગચાળામાં લાખો લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. નોકરી, (Job) ધંધા અને દેશની આર્થિક ગતિવિધિઓ પર એની વ્યાપક અસરો થઇ છે. ઘણા કુટુંબોએ પોતાના એવા સ્વજનો ગુમાવ્યા છે જે ઘરમાં એક માત્ર કમાવનાર વ્યક્તિ હોય, જેની આજીવિકા પર ઘર ના ખર્ચ અને અન્ય તમામ જવાબદારીઓ નિર્ભર હોય છે. અચાનક તેઓના નિધન થવાને લીધે પરિવારજનો પર આર્થિક બોજાનો પહાડ તૂટી પડે છે. 

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, (swarnim startup & innovation university) ગાંધીનગર (Gandhinagar) હંમેશા સમાજકલ્યાણ અને વિદ્યાર્થીઓના હિતલક્ષી કાર્યોં માટે અગ્રેસર રહે છે. તાજેતરમાં સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા આ ગંભીર પરિસ્થિતિમાં એક ખુબ પ્રશંસનીય પહેલ કરી છે. યુનિવર્સિટી (university) દ્વારા જે કુટુંબ માં એકમાત્ર કમાવનાર વ્યક્તિના કોવીડ19 રોગચાળાને લીધે થયેલા નિધન પછી તેઓના બાળકોના ભણતર, કારકિર્દી અંધારમય ના બની જાય તે હેતુસર ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમો સંપૂર્ણ FREE SCHOLARSHIP (મફત શિષ્યવૃત્તિ) આપવાની જાહેરાત કરી છે.

આ સંદર્ભે યુનિવર્સિટી (university) ના પ્રેસિડેન્ટ રિષભ જૈન જણાવે છે કે, "સ્વર્ણિમ યુનિવર્સિટી એ ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે જે ઇનોવેશન, સ્ટાર્ટઅપ ને વેગ આપવા વિદ્યાર્થીઓને ને તમામ સહાય કરે છે તથા કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ સમાજસેવા ના કાર્યોં માટે પણ હંમેશા અગ્રેસર રહે છે. 

કોવીડ19 (Covid 19) ની આ મહામારી માં કુટુંબીજનો જેઓએ પોતાના સ્વજનો ને ગુમાવ્યા છે તેઓ માટે અમને ખુબ સહાનુભૂતિ છે અને એટલે જે એકમાત્ર કમાવનાર કુટુંબીજન ના મૃત્યુ પછી તેઓના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે હેતુસર અમે ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોમાં તેઓ માટે 100 ટકા FREE SCHOLARSHIP (મફત શિષ્યવૃત્તિ) મળી રહે તે અંગે નિર્ણય લીધો છે. 

અમારા આ પ્રયત્નોથી અમને વિશ્વાસ છે કે, અમે પરિવારજનોના બાળકોના ઉચ્ચ શિક્ષણલક્ષી આર્થિક બોજાને સરળ કરી તેઓને મદદરૂપ થઈ શકશું. વિદ્યાર્થીઓ સારું શિક્ષણ લઈને પગભર થાય, પોતાનું અને પરિવારજનો નું આર્થિક ગુજરાન યોગ્ય રીતે કરી શકે અને સમાજમાં એક જવાબદાર નાગરિક બને એ દ્રષ્ટિકોણથી અમે વિદ્યાર્થીઓના ભાવિ માટે આ નિર્ણય લીધો છે."   

સ્વર્ણિમ યુનિવર્સિટીના ટ્રસ્ટી સુનિતા જૈન જણાવે છે કે, "વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દી અંગે સ્વર્ણિમ યુનિવર્સિટી હંમેશા કાર્યરત રહે છે. જે કુટુંબમાં કોવીડ19 ની અણધારી આફતને લીધે  મુખ્ય આજીવિકા કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તે એક અફર નુકશાન છે જેની ભરપાઈ કરવી જીવનભર અશક્ય છે. 

તેઓના બાળકો શિક્ષણ થી વંચિત ના રહી જાય તથા આવી પડેલી આ મુશ્કેલીમાં માનસિક, શારીરિક સ્વસ્થ રહીને પોતાના કારકિર્દી ના ભવિષ્ય તરફ આગળ વધે તે અંગે આ અમારો એક ભગીરથ પ્રયત્ન છે. સ્વર્ણિમ પરિવાર આવા દરેક કુટુંબીજનો ની પડખે એક પરિવાર ની જેમ જ હંમેશા સાથે છે અને તેઓના બાળકો ઉચ્ચતર ભણતર માટે આર્થિક કારણોસર ક્યાંક અટકે નહિ તે અમારો મુખ્ય ઉદ્દેશ છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news