Gujarat Politics : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓનો હવે ભાજપ વારો પાડી રહી છે. વન વે જીત બાદ ભાજપ કોઈને માફ કરવાના મૂડમાં નથી. રાજ્યમાંથી પાર્ટી વિરોધી કામગીરી કરવાની ભાજપને 600 ફરિયાદો મળી છે. જે પર બનાવેલી એક કમિટી ફરિયાદો સંદર્ભે તપાસ કરી કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલશે. એટલે આગામી દિવસોમાં આ રિપોર્ટને આધારે ભાજપમાં કંઈ નવા જૂની થાય તો નવાઈ નહીં પણ હાલમાં ગુજરાતમાં એવી પણ ચર્ચા છે કે, વિધાનસભા ચૂંટણીમાં પરિવારના સભ્ય માટે ટિકિટ, પસંદગીના ઉમેદવાર માટે આગ્રહ, ભાજપે ઉતારેલા ઉમેદવારને હરાવવા પ્રયત્નો, પ્રચારમાં ન જવુ એમ એક રીતે બળવાખોરી કરનારા પાંચ સાંસદો સામે હાઈકમાન્ડ સખત નારાજ છે. સાંસદોને એમ કે નારાજગી દેખાડીશું તો ભાજપ ઝૂકશે પણ હવે ભવ્ય જીત બાદ ભાજપ પણ જોશમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચેય સાંસદોનું ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન 
શિયાળુ સત્ર બાદ પાટણના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુંજપરા, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને રાજ્યસભાના રમીલાબહેન બારા એમ પાંચ સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી સ્થિત કાર્યલાયે બોલાવ્યા તો ખરા, પણ કલાકો સુધી બહાર બેસાડીને મુલાકાત આપ્યા વગર પાછા જતા રહેવા કહ્યું. બાદમાં ફરીથી સમય અપાયો ત્યારે છેલ્લી ઘડીએ શિડ્યુલ રદ્દ કરી દેવાયો હતો. આમ, આ પાંચેય સાંસદો ત્રણ સપ્તાહમાં બબ્બે વખત અપડાઉન કરી ચૂક્યા છે !


આ પણ વાંચો : 


ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 10 મર્ડર, સુરતમાં હત્યા બાદ આધેડના શરીરના અંગો કાપ્યા


મારી નાંખે છે વ્યાજખોરી! ગુજરાતમાં દેવું ભરી ન શકતાં આટલા લોકોએ કરી આત્મહત્યા


અમદાવાદને ચોખ્ખુંચણાક બનાવવા AMC નું નવુ મિશન, 20 હજાર કર્મચારી આ ઝુંબેશમાં જોડાશે