ગુજરાતનું સૌથી મોટુ શહેર CORONA બાદ હવે રોગચાળાનું હોટસ્પોટ બન્યુ, ઓગસ્ટમાં 6212 કેસ
શહેરમાં રોગચાળો અજગરની જેમ લોકોને અને શહેરને ભરડામાં લઈ રહ્યો છે. ડેન્ગયુ અને ચીકનગુનિયાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના કારણે ઉભરાતી હોસેપિટલમા હવે વિવિધ રોગોથી પીડિત દર્દીઓથીની ભીડ જોવા મળી રહી છે. કોર્પોરેશ દ્વારા પાણી અને રોગચાળા અંગે કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં રોગચાળો અજગરની જેમ લોકોને અને શહેરને ભરડામાં લઈ રહ્યો છે. ડેન્ગયુ અને ચીકનગુનિયાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના કારણે ઉભરાતી હોસેપિટલમા હવે વિવિધ રોગોથી પીડિત દર્દીઓથીની ભીડ જોવા મળી રહી છે. કોર્પોરેશ દ્વારા પાણી અને રોગચાળા અંગે કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
નાના-મોટા ક્લીનીકો - સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમા દર્દીઓનો ઘસારો વધ્યો છે. લોકોને માંડ કોરોનાથી કળ વળી છે. ત્યાં ચોમાસાના રોગચાળાએ ભરડો લીધો છે. મચ્છરજન્ય રોગચાળામા ડેન્ગ્યુ અને ચીકનગુનીયાએ કહેર વર્તાવ્યો છે. તો પાણી જન્ય અને વાઇરલવા કેસો પણ નોધાઇ રહ્યા છે. ડેનગ્યુ અને ચીકનગુનિયાના કેસોમા મોટા પાયે વધારો થયો હોવાનુ ખુદ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે.
ચાલુ માસ એટલે કે સપ્ટેમ્બરની શરુઆતના ચાર દિવસ એટલે કે ચાર દિવસમાં કેસોનો અંબાર ખડકાઇ ગયો છે. આટલા મોટા પ્રમાણમાં કેસ આવવાના કારણે કોર્પોરેશ તંત્ર પણ દોડતું થયું છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા, ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના કુલ 216 કેસ માત્ર ચાર જ દિવસમાં સરકારી ચોપડે નોંધાયા છે.
1થી 4 સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા કેસ
સાદા મલેરિયા - 27
ઝેરી મલેરિયા - 2
ડેન્ગ્યુ -18 અને
ચીકનગુનિયાના - 20 કેસ નોધાયા છે.
ઝાડા ઉલટી - 41
કમળો - 39
ટાઇફોઇડ - 69 કેસ નોધાયા છે.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા વિવિધ રોગના 6212 કેસ
સાદા મલેરિયા - 489
ઝેરી મેલરિયા - 43
ડેનગ્યુ - 684
ચીકનગુનિયા - 412
ઝાડા ઉલટી - 2366
કમળો - 832
ટાઇફોઇડ -1322
કોલેરા-64 કેસ
કોર્પોરેશન દ્વારા જે આંકડા જાહેર કરાય છે તે સરકારી અને મોટી હોસ્પિટલના દર્દીઓના આંકડા જાહેર કરાય છે. શહેરમા અનેક પ્રાઇવેટ ક્લિનિકોનો છે. જયાં મોટી સંખ્યામા દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે જો તેઓના આંકડા ઉમેરવામા આવે તો આંકડો પણ રોગચાળાની જેમ બેકાબુ બની શકે તેમ છે. જેના કારણે તંત્રના પોકળ દાવાઓની પોલ પણ ખુલી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube