અવૈધ સંબંધનો કરૂણ અંજામ! પતિ પરસ્ત્રી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકાએ પત્નીએ ક્રૂર હત્યા કરી
મોરબી જીલ્લામાં ઘણા પરિવારો રોજગારી મેળવવા માટે આવે છે તેવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦) એ તેના દીકરા અને પુત્રવધૂ સાથે મોરબી જીલ્લામાં રોજગારી માટે આવ્યા હતા.
હિમાંશું ભટ્ટ/મોરબી: જર, જમીન અને જોરુ છે કજિયાના છોરું આ કહેવત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પતિ બીજી મહિલા સાથે વાત કરતો હોવાની પત્નીને શંકા હતી. જેથી કરીને રૂમમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી. ત્યારે પત્નીએ ત્રેના પતિને કુહાડીના જીવલેણ હુમલો કર્યો હતો. જેથી કરીને ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજયું છે. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો,PM સાથે સંકળાયેલો છે કેસ
મોરબી જીલ્લામાં ઘણા પરિવારો રોજગારી મેળવવા માટે આવે છે તેવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં સુમસિંહ પ્રેમાભાઈ ડામોર (૪૦) એ તેના દીકરા અને પુત્રવધૂ સાથે મોરબી જીલ્લામાં રોજગારી માટે આવ્યા હતા અને ત્યારે વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હતા, ત્યારે સુમસિંહનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન અર્જુનભાઈ ડામોર બંને શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતા. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારે કાળીબેને તેના પતિ અર્જુનભાઈ ડામોરને કુહાડીના જીવલેણ ઘા માર્યા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન અર્જુનભાઈ ડામોરનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
Chandrayaan 3: ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-3...હવે માત્ર લેન્ડિંગ બાકી
હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિવ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો અર્જુનભાઈ ડામોર અને તેની પુત્રવધુ કાળીબેન ડામોર હતા ત્યારે મૃતક યુવાન અર્જુન સુમસિંહ ડામોર અન્ય કોઈ મહિલા સાથે મોબાઈલ ઉપર વાત કરે છે તેવી શંકાના આધારે કાળીબેન ડામોર દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ અર્જુન ડામોરને કુહાડીના મારી નાખવાના ઇરાદે માથા તથા આંખના ભાગે જીવલેણ ઘ ઝીકયા હતા. જેથી તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યાં તેને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી હત્યાના ગુનામાં પોલીસે હલમ કાળીબેન ડામોરની ધરપકડ કરેલ છે.
આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો
મોબાઇલના વધુ પડતાં ઉપયોગના લીધે ઘણા પરિવારો અત્યાર સુધીમાં ભાંગ્યા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક પરિવાર તૂટવા માટે મોબાઈલ ફોન જ કારણભૂત બનેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪, ૩૦૭ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરેલ છે અને આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા, પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયુ કદ