નવી દિલ્હી : ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક કરોડો ગુજરાતીઓના હૃદયમાં સ્થાન ધરાવતી ચેનલ છે. જનતાની સમસ્યા હોય કે પછી સરકારના કાન આમળવાના હોય, ZEE 24 કલાકે હંમેશાં લોકો માટે કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે, ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ નંબર વન પર છે. પરંતુ હવે ZEE 24 કલાકની આ યશકલગીમાં વધારો થયો છે. સતત ત્રીજા વર્ષે તમારી ચેનલ ZEE 24 કલાક રાષ્ટ્રીય સ્તરે 5 પુરસ્કાર જીતવામાં સફળ રહી છે. રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં ZEE 24 કલાકે કુલ 5 એવોર્ડ પોતાના નામે કરીને સપાટો બોલાવી દીધો છે. સતત ત્રણ વર્ષથી તમારી આ ચેનલ સતત એવોર્ડ જીતી રહી છે. આ માત્ર ZEE 24 કલાકની સિદ્ધિ નથી, કે ના તો તેમાં કામ કરતા સ્ટાફની આ સિદ્ધિ છે, આ કરોડો ગુજરાતીઓની સિદ્ધિ છે જેઓ છેલ્લાં 5 વર્ષથી આ ચેનલને પોતાની ચેનલ માનીને ભરોસાપાત્ર સમાચાર જોવાનું પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની નંબર 1 ચેનલ ZEE 24 KALAK ની TRP હોય કે રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાતમાં દૂર દૂર સુધી કોઈ નહીં


સૌથી મહત્વની વાત છે કે, નંબર 1 ચેનલ ચલાવવા માટે એક દીર્ઘદ્રષ્ટાની જરૂર હોય છે. એક એવા સેનાપતિની જરૂર હોય છે, જેના નેજા હેઠળ ચેનલ ન માત્ર લડી શકે, પરંતુ જીતી પણ શકે. જેના માર્ગદર્શન હેઠળ આ ચેનલ ચાલતી હોય છે. જેમાં ZEE MEDIAના ચેરમેન સુભાષ ચંદ્રાજી ઉપરાંત ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનો પણ સિંહ ફાળો છે. તેમની દૂરંદેશી નજર અને તટસ્થતાના કારણે ZEE 24 કલાકે ન માત્ર TRPના અનોખા રેકોર્ડ સર્જયા, પરંતુ કરોડો ગુજરાતીઓના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. તેમની આ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતાં દીક્ષિત સોનીને ENBAનો એડિટર ઓફ ધ યર (વેસ્ટર્ન રિઝન)નો એવોર્ડ મળ્યો છે. 


વાહ વિકાસ હોય તો આવો! કરોડોના ખર્ચે બે ટાંકી બનાવી પણ બંન્નેમાં લિકેજ, લોકોના પાણી માટે વલખા


આ ઉપરાંત દરેક ગુજરાતીઓનાં હૃદયમાં સ્થાન ધરાવતા PM નરેન્દ્ર મોદીના બાલ્યકાળ અને સામાન્ય ચા વાળા નરેન્દ્રથી માંડીને PM નરેન્દ્ર મોદી બનવા સુધીના તેમના જીવન સંઘર્ષને આવરી લેતી સિરિઝ પ્રધાનમંત્રીની કહાની, ગુજરાતની જુબાનીને પણ ENBA દ્વારા ઇન ડેપ્થ સીરિઝ (વેસ્ટર્ન) ના એવોર્ડથી સન્માનવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, આ સીરિઝમાં નરેન્દ્ર મોદી ગુજરાતમાં રહ્યા ત્યારે ગુજરાતનાં ખુણે ખુણે જેટલા લોકોને મળ્યા સમય પસાર કર્યો તે તમામ વ્યક્તિઓને આવરીને તેમની પાસેથી પણ તેમનું વ્યક્તિત્વ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


બિનકાયદેસર સિરપનું વેચાણ કરી રહેલા બે લોકોને SOG એ ઝડપી લીધા, યુવાધનને કરતા બરબાદ


લોકોની સમસ્યા હોય ત્યારે સૌથી પ્રથમ હરોળમાં ઊભી રહેતી આપણી ચેનલ હંમેશાં જનતાની વાત સાંભળે છે. સમસ્યા જ્યારે વિકરાળ બને ત્યારે સરકારનું ધ્યાન દોરવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા શરૂ કરવામાં આવેલી ડિબેટ 'દંગલ'ને પણ બેસ્ટ પ્રાઇમ ટાઇમ શો (વેસ્ટર્ન રિઝન)નો એવોર્ડ મળ્યો છે. દંગલમાં ન માત્ર વિપક્ષ, પરંતુ સત્તા પક્ષ અને તટસ્થ વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે આ ખરેખર પ્રશ્ન છે કે પછી રાજકીય મુદ્દો છે. તેની સરળ સમજુતી દર્શકોને મળી રહે તે માટેના બેસ્ટ પ્રાઇમ ટાઇમ શો 'દંગલ'ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.


ખેડૂતોને હવે પાકની રક્ષા પ્રાણીઓથી જ નહી પરંતુ ચોરોથી પણ કરવાની, કેરી ચોર ગેંગ સક્રિય


ગુજરાતીઓને વ્યાપાર સાથે સદીઓ જૂનો નાતો છે. જેથી તેઓ સવારે ઘરની બહાર નીકળે તે પહેલાં સમગ્ર ગુજરાતની સ્થિતિનો તાગ મેળવી લેતા હોય છે. વાત વાતાવરણની હોય કે રાજકારણની કે પછી સમાજકારણની, ગુજરાતીઓને દરરોજ સવારે અને સાંજે 7 વાગ્યે અપ ટૂ ડેટ રાખે છે સમાચાર ગુજરાત કાર્યક્રમ. સવારે પ્રસારિત થતા 'સમાચાર ગુજરાત'ને પણ ENBA દ્વારા બેસ્ટ બ્રેકફાસ્ટ શો (વેસ્ટર્ન રિઝન)નો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.


GUJARAT CORONA UPDATE: 18 નવા કેસ, 10 રિકવર થયા, એક પણ મોત નહી


આ ઉપરાંત ગુજરાતનાં તમામે તમામ 33 જિલ્લાના મહત્વના સમાચારને આવરી લેતા '33 જિલ્લા 99 ખબર' કાર્યક્રમને બેસ્ટ અર્લી પ્રાઇમ ટાઇમ શો (વેસ્ટર્ન રિઝન)નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ખુશીના આ પ્રસંગે એવોર્ડ સ્વીકારતાં દીક્ષિત સોનીએ જણાવ્યું કે, ''આ માત્ર અમારું સન્માન નથી, આ ગુજરાતના કરોડો લોકોનું સન્માન છે. આ સિદ્ધિ અમારી નહી, પરંતુ કરોડો દર્શકોની સિદ્ધિ છે. અમે આજે જે કાંઈ પણ છીએ તે માત્ર અને માત્ર ગુજરાતની જનતાને આભારી છીએ. અમને અહીં સુધી પહોંચાડવા માટે ZEE MEDIAના ચેરમેન સુભાષચંદ્રાજી, ZEE 24 કલાકની સમગ્ર ટીમ અને ગુજરાતના કરોડો દર્શકોનો કૃતજ્ઞતાપૂર્વક આભારી છું. આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરીને હું કૃતાર્થ થયો છું.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube