ખેડૂતોને હવે પાકની રક્ષા પ્રાણીઓથી જ નહી પરંતુ ચોરોથી પણ કરવાની, કેરી ચોર ગેંગ સક્રિય

બદલાતા કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે રાજ્યના ખેતી પાકને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમાય વલસાડી આફૂસ પકવતા ખેડૂતો માટે આ વર્ષ ભારે આફત લઇ આવ્યું છે. આ વખતે થલેયા માવઠા અને ક્લાઈમેટ ચેન્જના કારણે વલસાડી આફૂસના મોટા ભાગના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. તો હવે રહી સહી કેરી પર ચોરોની બાઝ નઝર છે, ત્યારે મોંઘા ભાવની દવા, ખાતર અને મજુરીના ખર્ચને કાઢવા વાપીના એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી આંબા પરની બચી ગયેલ કેરીઓને બજાર સુધી સલામત પહોંચાડવા અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. 
ખેડૂતોને હવે પાકની રક્ષા પ્રાણીઓથી જ નહી પરંતુ ચોરોથી પણ કરવાની, કેરી ચોર ગેંગ સક્રિય

નિલેશ જોશી/ વાપી : બદલાતા કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે રાજ્યના ખેતી પાકને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમાય વલસાડી આફૂસ પકવતા ખેડૂતો માટે આ વર્ષ ભારે આફત લઇ આવ્યું છે. આ વખતે થલેયા માવઠા અને ક્લાઈમેટ ચેન્જના કારણે વલસાડી આફૂસના મોટા ભાગના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. તો હવે રહી સહી કેરી પર ચોરોની બાઝ નઝર છે, ત્યારે મોંઘા ભાવની દવા, ખાતર અને મજુરીના ખર્ચને કાઢવા વાપીના એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી આંબા પરની બચી ગયેલ કેરીઓને બજાર સુધી સલામત પહોંચાડવા અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. 

સામાન્ય વર્ષોમાં આંબાવાડીમાં હજારો મણ કેરી પાકે છે, પરંતુ આ વખતે આ આંબાવાડીમાં માત્ર 20 ટકા કેરીઓ બચી છે. આ વખતે વલસાડમાં માવઠાએ કેરીના પાકને ખાસ્સુ નુકસાન પહોંચાડ્યું છે. પહેલા તબક્કામાં આંબા પર આવેલા મોરને કારણે ખેડૂતો માનતા હતા કે, આ વખતે કેરીની મોસમ સારી રહશે, પરંતુ વાતાવરણે તમામ આશા પર પાણી ફેરવ્યું છે. જેથી હવે આંબાવાડીઓમાં માત્ર 20 થી 30 ટકા કેરીઓ બચી છે. જેને બચાવવા ખેડૂતો હાલે મહેનત કરી રહ્યા છે. કેરીઓની માવજત થઇ રહી છે, પરંતુ એક ખતરો હજી કેરીના માથે તોળાઈ રહ્યો છે તે કેરીચોર ગેંગનો છે. 

આંબા માલિકોને હાલ કેરીચોર ગેંગથી ભારે ખતરો છે. વાપીના કવાલ ગામના આધુનિક ખેડૂતે આંબાવાડીમાં સીસીટીવી કેમેરા થી રખેવાળી શરુ કરી છે. મોટા આંબાના બગીચા પર હંમેશા કેરી ચોર ગેંગની નજર રહે છે. રાત્રીના અંધકારમાં પળવારમાં આ ગેન્ગ કેરીની ચોરી કરી વલસાડ બાઝારમાં વેચી મારે છે. ત્યારે હવે કવાલ ગામના વાડી માલિક રાકેશભાઈએ સી સી ટી વી કેમેરા લગાવ્યા . 4 એકરની કેરીની વાડીમાં આ તીસરી આંખ કેરીની રખેવાળી કરી રહ્યા છે.

રાકેશભાઈએ રખેવાળીનું આ કામ સીસીટીવી કેમેરાને સોપ્યું છે. જે 24 કલાક પોતાની જવાબદારી નિભાવે છે. અતિશય આધુનિક આ કેમેરાના નાઈટ વિઝાન પણ છે. જેથી રાત્રીના સમયે પણ આ કેમેરા બાઝ નજર રાખી રહ્યા છે, તેમજ વાઈ ફાઈ દ્વારા ઘરે બેઠા બેઠા પણ વાડી માલિક પોતાની વાડીની દેખરેખ રાખી શકે છે. હાલ વલસાડની આંબા વાડીઓમાં કેરીનો પાક બહુ જ ઓછો હોવાથી વાડી માલિક કોઈ પણ હિસાબે કેરી માર્કેટ સુધી પહોંચાડવા માંગે છે, ત્યારે કોઈ રખા રાખી રહ્યા છે તો કોઈ સી સી ટી વી કેમેરા ગોઠવી વાડી ને સાચવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news