આજનો દિવસ હેપનિંગ, ગુજરાતની આ ઘટનાઓ પર રહેશે આજે સૌની નજર
ગુજરાતમાં આજની અનેક ઘટનાઓ પર સૌની નજર રહેશે. સાથે જ આજે કોરોના નિયંત્રણોમા મોટી રાહત મળી શકે છે. ત્યારે રાજ્ય સરકાર કઈ કઈ રાહતો આપશે તેના પર સોની નજર રહેશે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજની અનેક ઘટનાઓ પર સૌની નજર રહેશે. સાથે જ આજે કોરોના નિયંત્રણોમા મોટી રાહત મળી શકે છે. ત્યારે રાજ્ય સરકાર કઈ કઈ રાહતો આપશે તેના પર સોની નજર રહેશે.
સમાચાર-1
આજે દિવસ દરમિયાન 2 કલાક માટે રાજ્યમાં CNG પંપ બંધ રહેશે. CNG ના વેચાણમાં માર્જિન વધારો ન કરતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ દ્વારા આ નિર્ણય લેવાયો છે કે, બપોરે 1થી 3 દરમિયાન ગ્રાહકોને CNG નહિ મળે.
સમાચાર-2
રાજ્ય સરકાર આજે નવી ગાઈડ લાઈન જાહેર કરશે. કોરોના નિયંત્રણોમાં આજથી મોટી રાહત મળી શકે છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં હવે 100% છૂટ મળી શકે તેવી શક્યતા છે. બસમાં મુસાફરોની 75%ની મર્યાદા દૂર કરાઈ શકે છે. લગ્ન, રાજકીય કાર્યક્રમોમાં લોકોની સંખ્યાની મર્યાદામાં વધારો થઈ શકે છે. કોરોનાના નવા કેસ ઘટતાં કેન્દ્રએ રાહત આપવા કહ્યું છે. ત્યારે ગુજરાતમાં માસ્કનો દંડ દૂર અથવા ઓછો કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત ભવનાથના મેળાને મંજૂરી અંગે પણ આજે જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને નિયંત્રણોમાં રાહત આપવા જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, તો કેન્દ્ર સરકારે આ સાથે જ તાકીદ કરી છે કે, નિયંત્રણો દૂર થયા બાદ પણ રોજેરોજ મોનિટરિંગ કરવું પડશે.
આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'
સમાચાર-3
જયરાજસિંહ પરમાર આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે. જયરાજસિંહ પરમાર આજે કાર્યકરોને સંબોધતો પત્ર લખશે. કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રસમાંથી રાજીનામુ આપશે. રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર છેલ્લા કેટલાક સમયથી નારાજ છે અને આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. જયરાજસિંહ પરમારે ગઈ કાલે ટ્વીટ કરીને આ વાતનો સંકેત આપ્યો હતો, જે બાદ રાજનીતિ ગરમાઈ છે, જયરાજ સિંહે કહ્યું હતું કે, 'માતાના આશીર્વાદ સાથે બહુચરાજીથી શરૂઆત કરી છે. કિસકો ફિક્ર હે કી 'કબીલે' કા ક્યા હોગા. સબ ઈસી બાત પર લડતે હૈ કી 'સરદાર' કૌન હોગા.''
સમાચાર-4
રાજ્યભરમાં આજથી નિયમો સાથે બાળ મંદિર શરૂ કરાયા છએ. આજથી રાજ્યમાં આંગણવાડી અને પ્રિ-સ્કૂલ શરૂ થઈ છે. વાલીઓની સહમતી સાથે ભુલકાઓને શાળામાં બોલાવીને શિક્ષણ અપાશે. રાજ્યમાં લાંબા સમયથી બંધ રહેલી આંગણવાડી આજથી શરૂ થઈ રહી છે. ત્યારે 2 વર્ષ બાદ નાના ભૂલકાઓને પહેલીવાર પ્રિ-સ્કૂલમાં શિક્ષણ મળશે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત નાના ભૂલકાઓ ફરી શાળાએ જઈ રહ્યા છે અને જીવનઘડતરની સાથે હવે શિક્ષણઘડતર પણ શરૂ થયું છે. જોકે સરકારે SOP અંતર્ગત નાના બાળકોને પણ શાળાએ મોકલવા માટે વાલીઓની સહમતિ ફરજિયાત રાખવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના પ્રવકતા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણકાર્ય કોરોના પૂર્વે લઈ જવા સરકાર કટિબધ્ધ છે. વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને ખૂબ મોટું શૈક્ષણિક નુકસાન થયું છે જેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે, તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.