Riots In Gujarat : મહાત્મા ગાંધીજી શાંતિના વાહક કહેવાય છે. તેઓએ દેશને સ્વતંત્રતા અપાવવા હિંસાનો રાહ નહિ, પરંતુ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો છે. પરંતુ ગુજરાત હવે ગાંધીનું ગુજરાત રહ્યુ નથી. ગાંધીનુ ગુજરાત પોતાની આ ઓળખ ગુમાવી રહ્યું છે. શાંત ગુજરાતમા આજેય કોમી રમખાણો થઈ રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં 80 થી વધુ કોમી રમખાણો થયા છે. ભાજપ શાસિત શાસનમાં સાંપ્રદાયિક તોફાનો નથી થતા એ વાત ખોટી સાબિત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાજમાં કોમી તોફાનો ભૂતકાળ બન્યા છે તેવા ગુજરાત સરકારના દાવા છે. પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થયા છે. ભાજપના નેતાઓ ભલે ગમે તેટલુ કહે કે ગુજરાતમાં એક સમયે હવે તોફાનો થતા હતા, પરંતુ આંકડા બતાવે છે કે ગુજરાતમાં હજી પણ કોમી રમખાણો થતા રહે છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતમા 80 થી વધુ કોમી રમખાણો અને છમકલા થયા છે. 


પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો, કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા


કેન્દ્ર સરકારે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો, જેમાં દર્શાવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ કોમી રમખાણ અને કોમી છમકલા નોંધાયા છે. 


  • વર્ષ 2018 માં 39 કોમી રમખાણો થયા હતા. જેમાં પોલીસે 428 તોફાનીઓને પકડ્યા હતા. 

  • વર્ષ 2019 માં 22 કોમી છમકલા થયા હતા, જેમાં 179 તોફાનીઓને પકડ્યા હતા

  • વર્ષ 2020 માં 23 ઘટનાઓ બી હતી, જેમાં 239 લોકોની અટકાયત કરાઈ હતી


આમ, ત્રણ વર્ષમાં રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાની કુલ 84 ઘટનાઓ બની છે. ભાજપ સરકાર ભલે શાંત ગુજરાતના દાવા કરે, પરંતું આજે ય દર વર્ષે સરેરાશ 20 કોમી તોફાનો થતા રહે છે. હાલમાં જ વડોદરામા રામનવમી પર શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. જેના બાદ વડોદરાની શાંતિ ડહોળાઈ હતી. 


આંકડા બતાવે છે કે, ગુજરાતમાં કોમી રમખાણોની સ્થિતિ યથાવત છે. લોકોમાં હજી પણ નફરતની આગ ભભૂકી રહી છે.  


માથાનું સિંદૂર ભૂંસી નાંખી પતિએ પત્નીને કહ્યું કે, તું હવે મારી નથી રહી