આવતીકાલથી રાજ્યભરમાં ઓરેન્જ અને રેડ અલર્ટ વચ્ચે ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ
સરકારે હવે વેકેશન લંબાવવાની ના પાડી દેતા આવતી કાલથી એટલે કે 10 જૂનથી ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ થવા જઈ રહી છે.
અમદાવાદ: અસહ્ય ગરમીની ચપેટમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારો સપડાયા છે. કેરળમાં જો કે ચોમાસુ બેસી ગયુ છે અને ગુજરાતમાં તેના આગમનના પગલાં પોકારે છે. પરંતુ આમ છતાં હાલ તો ગરમી અસહ્ય છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 45ની આસપાસ જોવા મળી રહ્યો છે. ઓરેન્જ અને રેડ અલર્ટ સતત જાહેર કરાય છે. આ બધા વચ્ચે પણ સરકારે હવે વેકેશન લંબાવવાની ના પાડી દેતા આવતી કાલથી એટલે કે 10 જૂનથી ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ થવા જઈ રહી છે.
ઉનાળુ વેકેશન બાદ ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે શાળાઓ શરુ થશે. સ્કૂલ શરુ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે. આ શૈક્ષણિક વર્ષ 2019-20ના પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે.
જુઓ LIVE TV