અમિત રાજપૂત/અમદાવાદ :અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે શિષ્ય દ્વારા ગુરુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે. ગુરુ શબ્દના અર્થની વાત કરીએ તો તેમાં ગુરુ શબ્દનો અર્થ એ છે કે અંધકાર અને રુ શબ્દનો અર્થ થાય છે દૂર કરનાર, એટલે કે અંધકારને દૂર કરનાર વ્યક્તિ ગુરુ. ગુરુને યથાશક્તિ દક્ષિણ, પુષ્પ, વસ્ત્ર, વગેરે ભેટ કરે છે. ગુરુ પૂર્ણિમા આ વર્ષે 5 જુલાઈ રવિવારના રોજ ઉજવાઈ રહી છે. ત્યારે શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુએ ગુરુપૂર્ણિમાને લઈને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આજે આધ્યાત્મિક જગતનો દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ. કોરોનાના સંકટથી દેશ બચે તેવી પ્રભુને પાર્થના માનવ સમાજ વ્યસન, ફેશન અને ભ્રષ્ટાચારથી દૂર રહે. ધર્મ કી જય, અધર્મનો નાશ, પ્રાણીઓમાં સદભાવના રહે. તેઓએ વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરી કોરોનાના સંકટને ધ્યાને રાખીને ઘરેથી ભક્તોને દર્શન કરવા અપીલ કરી છે. ગુરુપૂર્ણિમાને લઈને પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું. 


અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો, ટુકડે-ટુકડે ખંખેરી લીધા 40 લાખ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર