રઘુવીર મકવાણા/બોટાદ: સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનુ પૂજન કરીને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. ખાસ આજે પૂનમ નિમિતે દાદાને સુવર્ણ વાઘણો શણગાર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે. ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી તેમજ આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ એવા હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


ભકતોમા પણ અનેરો આનંદ જોવા મળે છે તો મંદિર દ્વારા આજે હનુમાનજી દાદાને સોનાના વસ્ત્રો પહેરાવ્યા હતા. તેમજ મંદિરે આવતા તમામ ભકતો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વયવસથા કરવામાં આવી હતી.


બગદાણા પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ભાવનગર જિલ્લામાં ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાના પ્રસિદ્ધ ગુરુધામ બગદાણા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. બગડ નદીના કાંઠે વસેલું બગદાણા ગુરુહરી બજરંગદાસ બાપાની કર્મભૂમિ છે. અહીં બજરંગદાસ બાપાનું પાવન મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં દરવર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે લોકો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. ત્યારે હાલ બગદાણા ખાતે ગુરુના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરુ દર્શને આવતા હોય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.