અડધું જામનગર શહેર આજે પાણીવિહોણું રહેશે, આ છે કારણ...
- જામનગર મનપા દ્વારા લાઈન રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ
- જામનગર પાલિકા દ્વારા કહેવાયું કે, આવતીકાલે ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે
મુસ્તાક દલ/જામનગર :ઉનાળાની મોસમ આવી ગઈ છે. આવામાં સૌરાષ્ટ્રમાં હંમેશાથી પાણી સંકટ રહ્યાં છે. ત્યારે અડધું જામનગર (jamnagar) શહેર આજે પાણી વિહોણું રહેશે. ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ પાસે પાણીની લાઈનમાં ભંગાણ આજે સર્જાતા પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ધુવાવ નજીક શહેરને પીવાનું પાણી પુરું પાડતી મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું છે. તેથી પાણીકાપને પગલે જામનગર શહેરની બે લાખથી વધુ વસ્તીને આજે પીવાનું પાણી નહિ મળે.
કોરોનાએ ભારતને ગરીબીના મુખમાં ધકેલ્યો, સરવેમાં આંકડા આવ્યા સામે
યુદ્ધના ધોરણે પાઈપલાઈન રીપેરિંગનું કામ શરૂ
જામનગર મનપા દ્વારા લાઈન રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ અને ધુવાવ વચ્ચે 1100 mm ડાયામીટરની લાઇનમાં લીકેજ સર્જાયું છે. આ પાણીની પાઈપલાઈન અધડા જામનગરને પાણી પહોંચાડવામાં મદદરૂપ બને છે. તેથી તેની અસર મોટી જોવા મળશે. જામનગર શહેરનાં સોલેરિયમ, નવાગામ, બેડી અને સમર્પણ ઈએસઆર હેઠળ આવતા વિસ્તારોમાં આજે પાણી વિતરણ (water shortate) બંધ રહેશે.
સાથે જ જામનગર પાલિકા દ્વારા કહેવાયું કે, આવતીકાલે ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.