મોડાસા સબજેલના અડધો અડધ કેદી corona positive, વિસ્ફોટથી જેલ અને આરોગ્યતંત્ર દોડતું થયું
અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેની એક સબજેલમાં એક સાથે 71 કેદીઓ કોરોનાના રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા લોકોએ હાલ વધારે સતર્ક રહેવાની જરૂર છે. અરવલ્લી જિલ્લામાં કોરોના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જિલ્લામાં 595 પર પહોંચી છે. તો બીજી તરફ શિયાળાની શરૂઆતના કારણે શરદી અને ઉધરસ જેવા દર્દીઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.
અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેની એક સબજેલમાં એક સાથે 71 કેદીઓ કોરોનાના રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા લોકોએ હાલ વધારે સતર્ક રહેવાની જરૂર છે. અરવલ્લી જિલ્લામાં કોરોના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જિલ્લામાં 595 પર પહોંચી છે. તો બીજી તરફ શિયાળાની શરૂઆતના કારણે શરદી અને ઉધરસ જેવા દર્દીઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.
બે દિવસ સી પ્લેન ઉડાન નહિ ભરે, તારીખ જાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્લાનિંગ કરજો
હાલ જિલ્લામાં મોટા પ્રમાણમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સબ જેલના 138 કેદીઓનાં કોરોના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી એખ સાથે 71 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેલ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓને મોડાસા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. બીજી તરફ જેલના 50 ટકા જેટલા કેદી પોઝિટિવ આવતા અન્ય કેદીઓને અલગ અલગ ક્વોરન્ટાઇન કર્યા છે. અને જેલને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પેટાચૂંટણીની પળેપળની માહિતી Live : બપોર 3 વાગ્યા સુધી 41.24% મતદાન, સૌથી વધુ ડાંગમાં 56.78%
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે એક દર્દીને તાવ અને શરદીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જેના કારણે તેનો ટેસ્ટ કરાતા તેનો પોઝિટિવ આવ્યો હતો. જેથી જેલ તંત્ર દ્વારા તમામ કેદીઓનો ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગને જાણ કરાતા તેમણે તમામ કેદીઓનાં કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરી હતી. જો કે પરિણામો જાણી જેલ તંત્ર અને આરોગ્ય તંત્ર બંન્ને ચોંકી ઉઠ્યા હતા. જેલના અડધો અડધ કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube