ભૂલથી પણ એમ ના કહેતા ગુજરાતી છોકરીઓ ફોન પર ચિપકી રહે છે, સરકારનો આ છે રિપોર્ટ
Gujarat Girls Do Not Have Mobile Phone : દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતમાં ઓછી મહિલાઓ મોબાઈલ ફોન ધરાવે છે. એક રીતે ગુજરાતમાં અડધો અડધ કરતા વધુ મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાંચમા રાઉન્ડના આ છેલ્લા આંકડા છે
Mobile Addiction Of Girls : હવે એમ ના કહેતા કે મહિલાઓ આખો દિવસ મોબાઈલ ફોન પર ચિટકીને રહે છે. કારણ કે આ રિપોર્ટે મહિલા સમાનતાની પોલ ખોલી દીધી છે. કારણ કે ગુજરાતમાં અડધોઅડધ કરતાં વધુ મહિલા પાસે મોબાઈલ ફોન જ નથી. 15 થી 49 વર્ષની વયે ફોનની સવલતમાં ગુજરાત દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની મહિલાઓ પાછળ છે. મોબાઈલ ફોન એ આજની તાતિ જરૂરિયાત છે. લોકો એકના બદલે 2થી 3 લઈને ફરતા હોય છે. રાજ્યમાં વસતી કરતાં ફોન કનેક્શન વધારે છે. આમ છતાં ગુજરાતની 51.20 ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન નથી એ વાસ્તવિકતા છે. આ ભેદભાવ દેખાડે છે કારણ કે આપણે ભલે સામાજિક રીતે શિક્ષિત થઈ ગયા હોઈએ પણ મહિલાઓેને સુવિધાઓ આપવામાં હજુ પણ પાછળ છીએ. ગુજરાત કરતાં અન્ય રાજ્યો ઘણા આગળ છે. ગોવામાં 91.2 ટકા મહિલાઓ પાસે તો કેરળમાં 82 ટકા મહિલાઓ પાસે ફોન છે. ગુજરાત કરતાં મિઝોરમ, હિમાચલ, અૂણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને તામિલનાડું આગળ છે. આમ જે રાજ્યોમાં મહિલાઓ પ્રત્યે કડક પ્રતિબંધો છે. એ રાજ્યો પણ મહિલાઓને ફોન આપવામાં આગળ છે. ગુજરાતમાં છોકરીઓને ફોન પર વાતો કરીને ટોકતા વ્યક્તિઓ માટે આ રિપોર્ટ તમામને ખોટા ઠેરવશે.
લોકસભાના બજેટ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ પોલ ખૂલી છે. જે રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે અને વસતી ઓછી છે એ રાજ્યોમાં મહિલાઓ પાસે મોબાઈલ ફોન છે. ગુજરાતમાં ૧૫ થી ૪૯ વર્ષની ૪૮.૮ ટકા મહિલાઓ મોબાઈલ ફોન ધરાવે છે અને પોતે જ તેનો ઉપયોગ કરે છે. દેશમાં આ ટકાવારી ૫૩.૯ ટકા જેટલી છે. આમ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતમાં ઓછી મહિલાઓ મોબાઈલ ફોન ધરાવે છે. એક રીતે ગુજરાતમાં અડધો અડધ કરતા વધુ મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાંચમા રાઉન્ડના આ છેલ્લા આંકડા છે. કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન વિભાગે આ માહિતી બહાર પાડી છે. આ આંકડાઓએ ગુજરાતની પોલ ખોલી દીધી છે.
આ પણ વાંચો :
ગુજરાતના ભૂતકાળને સુવર્ણ બનાવનાર પાટણનો આજે સ્થાપના દિન, રાજપૂતો તલવાર રાસથી ઉજવશે
શહેરી વિસ્તારની વાત છોડો ગ્રામ્ય ક્ષેત્રે આ ટકાવારી ૨૪.૬ એ પહોંચી નથી એટલે કે અહીં મોબાઈલ કવરેજ નથી. આમ શહેરમાં ના હોય તો ગામડાઓની મહિલાઓ પાસે ફોન હોવાની કલ્પના જ મુશ્કેલ છે. આવા જિલ્લાઓમાં ડાંગ, કચ્છ અને નર્મદા જિલ્લાના સૌથી વધુ ગામો હોવાનું સામે આવ્યું છે. અત્યારે ગુજરાતમાં આણંદ, ખેડા. ગાંધીનગર અને મહેસાણા જિલ્લો એવી છે જે ૧૦૦ ટકા ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી ધરાવે છે. જ્યાં કનેક્ટિવિટી નથી તેવા ગામોમાં વિવિધ યોજના મારફત મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી ચાલી રહી
ગુજરાતમાં ૧૫થી ૪૯ વર્ષની વય ધરાવતી મહિલાઓમાં એકંદરે ૩૩.૩ ટકા મહિલાઓએ જ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ સેવાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સ્તરે પગલાં લેવાઈ રહ્યા છે. તાજેતરમાં જ અન્ય એક સરકારી રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું. વિસ્તારમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર કે, આજે પણ ગુજરાતના ૫૬૭ જેટલા મહિલાની ટકાવારી ૫૧.૮ટકા આસપાસ ગામો એવા છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી છે. આમ સરકાર મહિલા સમાનતાની વાતો કરે પણ આ મામલે મહિલાઓને સમાનતા નથી મળી એ વાસ્તવિકતા છે.
આ પણ વાંચો :
ઈઝરાયેલમાં પતિ રંગરેલિયા મનાવતો રહ્યો, સુરતમાં સાસરીમાં પરિણીતાનું થયુ રહસ્યમય મોત