કોરોના દર્દીઓની સેવામાં ખડેપગ હોસ્પિટલનો સ્ટાફ, આ પ્રકારની આપવામાં આવે છે સુવિધાઓ
કોરોના મહામારી સામે જંગ હજુ શરૂ છે, કોરોના વોરિયર્સની (Corona Warriors) સંઘર્ષમય લડત વ્યાપક બની છે, એવા સમયે દર્દીઓને (Patients) સારવાર આપવાની સાથે જ ડોક્ટર તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડી આપી તેમનું મનોબળ વધારી રહ્યા છે
સુરત: કોરોના મહામારી સામે જંગ હજુ શરૂ છે, કોરોના વોરિયર્સની (Corona Warriors) સંઘર્ષમય લડત વ્યાપક બની છે, એવા સમયે દર્દીઓને (Patients) સારવાર આપવાની સાથે જ ડોક્ટર તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડી આપી તેમનું મનોબળ વધારી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલે (Surat SMIMER Hospital) કોરોના દર્દીઓની સેવા માટે સુવિધાજનક પહેલ કરતાં તેમની મુશ્કેલી નિવારવા પ્રત્યેક બેડ પર 'હેન્ડ વોશ'ની સુવિધા ઊભી કરી છે. સ્મીમેરના હાલ 550 નર્સિંગ સ્ટાફ 'હેન્ડ વોશ ઓન બેડ'ની સુવિધા માટે સહાયરૂપ થઈ રહ્યા છે.
સ્મીમેર હોસ્પિટલના (Surat SMIMER Hospital) નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, સ્મીમેર હોસ્પિટલમાં આવેલા DCH અને DCHC ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ ફરજ પરના અધિકારી પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ દરેક દર્દીઓના બેડ પર દર અડધી ક્લાકે રાઉન્ડ લઈ બે થી ત્રણ પાણીની બોટલ મુકવામાં આવે છે. દર્દીઓ સ્વસ્થ વાતાવરણની સાથે પીવા માટે તેમજ હેન્ડ વોશ માટે પણ બેડ પર જ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલની ટીમ આ પ્રકારની નાનામાં નાની સુવિધા આપવા સાથે તેમને મોટિવેટ કરી તેમનો ઉત્સાહ વધારે છે.
આ પણ વાંચો:- ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં રામબાણ ઈલાજ સાબિત થઈ છે દવાની આ બોટલ
સુરેન્દ્ર કુમારે કહ્યું કે, સિસ્ટર ઈન્ચાર્જના હેઠળમાં દરેક વોર્ડના દર્દીઓની સારવાર માટે અનેક ટીમ કાર્યરત છે. દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા આવે ત્યારે તેમની એક પણ મિનિટ ન બગડે તે માટે ટીમ તૈયાર કરાઈ છે. સ્મીમેરના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં દર્દી વેન્ટિલેટર કે બાયપેપ હોય ત્યારે ડાયપર ચેન્જ કરવા માટે તેમને પ્રાઈવસી મળી રહે તે માટે સ્ક્રીન કર્ટન અને કોમોડ ચેર સહિતની તમામ સુવિધાઓ દર્દીઓના બેડ નજીક ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- સુરતમાં એક્સપાયરી તારીખના રેમડેસિવિર દર્દીને પધરાવનાર ભાજપી નેતાનો પુત્ર નીકળ્યો
વધુમાં તેઓ જણાવે છે કે, ઘણી હોસ્પિટલોમાં દર્દીઓ ટોઈલેટ જઈને આવે અથવા જમવા બેસે ત્યારે હેન્ડ વોશની મોટી સમસ્યા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સ્મીમેર હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સારવાર સાથે તેમની સુવિધામાં પણ વધારો કર્યો છે. દર્દીઓની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય, સફાઈ કામદાર ભાઈઓ-બહેનો, આયા, માસીની ટીમ બનાવી દરેક દર્દીઓ માટે બેડ પર 'હેન્ડ વોશ'ની સુવિધા આપી છે.
આ પણ વાંચો:- SURAT: પીપીઇ કિટ પહેરી આરોગ્ય રાજ્ય મંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
જે દર્દીઓ જાતે પાણી પણ પી નથી શક્તા તેમને પાણી પીવડાવવાનું, તેમના ડાયપર ચેન્જ કરવાના, તેમના હેન્ડવોશ કરાવવા જેવી સામાન્ય જરૂરિયાત ધ્યાનમાં રાખીને દર્દીઓની સેવા કરવામાં આવે છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની સાથે ક્લાસ -૪ના કર્મચારીઓ પી.પી.ઈ. કિટ પહેરીને છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. ટીમ વર્કનું બેસ્ટ ઉદ્દાહરણ પુરી પાડતી આ ટીમ દ્વારા અનેક દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે સુખરૂપ પરત ફર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube