અમદાવાદ: ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર (Patidar) સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે (BJP) ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) ના ખાસ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત ભૂપેન્દ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,  હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 


મુખ્યમંત્રી તરીકે ના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ  અન્ય મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

પીએમ મોદી ટ્વીટ કરીને ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટ કરીને લખ્યું હતું કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

Inside Story: સૌથી પાછળ રહીને પણ ગુજરાતના CM પદની રેસમાં કેવી રીતે આગળ નિકળ્યા ભૂપેન્દ્ર પટેલ



ત્યારે થોડીવાર CM ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનેથી નિતિન પટેલ (Nitin Patel) ના ઘરે રવાના થશે. પદનામીત  મુખ્યમંત્રીના આગમન પહેલા CM સિક્યોરિટી નીતિન પટેલના ઘરે પહોચી ગઇ છે. ત્યારબાદ મેમનગર- ગુરુકુળ SGVP મંદિર, સાંઈ મંદિર, થલતેજ પણ જશે. ત્યાં બપોરે 12 વાગે એરપોર્ટ પર પહોંચશે. 


ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે મુલાકાત નિતિન પટેલે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેમણે કહ્યું કે તે લોકોના દિલમાં રહે છે. ભૂપેન્દ્રભાઇ મારા જૂના મિત્ર છે અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. જનતાના હદયમાં સ્થાન હોવું જરૂરી છે. પાર્ટીએ મને જવાબદારી આપી મોટો બનાવ્યો છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપનો કાર્યકર છું. 


નિતિન પટેલ કહ્યું કે હું અટકળોની પરેશાન નથી. ભૂપેન્દ્રભાઇ અમારા પોતાના છે. તેમણે મને એક ધારાસભ્યના રૂપમાં પોતાની ઓફિસનું ઉદઘાટન કરવા બોલાવ્યા હતા. મને ફરક નથી પડતો કે લોકો શું કહે છે અને શું વિચારે છે. 


ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને  તાત્કાલિક મદદ સહાય  પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

Live Update:
- નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ વિસ્તારમાં થોડીવારમાં પહોંચશે
- કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમઓના કર્મચારીઓ સાથે કરી આખરી મુલાકાત
- સીએમ હાઉસ ખાતે સીએમઓમા કામ કરતા તમામ કર્મચારીઓ સાથે સીએમએ કરી મુલાકાત
- નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યકારી મુખ્યમંત્રી વિજય પટેલ સાથે મુલાકાત કરાઈ
- નવી સરકાર રચવા માટે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુભવી વિજય રૂપાણીનું માર્ગદર્શન અને સહયોગ માગ્યો
- કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવી -સુત્ર
- નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજભવનમાં યોજાનારા શપથવિધિનો મામલો
- રાજ ભવનમાં પાછળના ભાગે વિશાળ ડોમ ઉભો કરાયો
- વરસાદ પડે તો પણ શપથવિધિ સમારંભ ને મુશ્કેલી ન ઉભી થાય તે પ્રકારની વ્યવસ્થા
- નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ એકલા આજે શપથ ગ્રહણ કરશે
- ચાર રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં શપથ ગ્રહણ
- કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ગાંધીનગર સરકીટહાઉસ પહોંચ્યા
- કેન્દ્રિય ગૃહ મંત્રી સાથે નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક સર્કિટ હાઉસમાં યોજાશે
- સર્કિટ હાઉસમાં તમામ નેતાઓની બેઠક શરૂ 
- બેઠક બાદ ભોજન પણ સાથે લેશે
- ત્યારબાદ રાજભવન જશે તમામ નેતાઓ
- નિતિન પટેલ અને કેન્દ્રીય નિરીક્ષકો પણ સર્કિટ હાઉસ પહોંચ્યા
- શિવરાજસિંહ ચૌહાણ એમપીના સી એમ આવ્યા
- રાજભવનમાં શપથ વિધિ સમારોહ ની તમામ તૈયારીઓ પૂર્ણ
- આઝાદીનો અમૃત મહોત્સવ જય જય ગરવી ગુજરાતના બેગ્રાઉન્ડ બોર્ડ લાગ્યા
- ભાજપના નેતાઓ પૂર્વ મંત્રીઓ સહિતના તમામ લોકો હાજર
- ભાજપના વરિષ્ઠ નેતાઓ, ભાજપના ધારાસભ્યો અને અધિકારીઓ માટેની હરોળ ઊભી કરવામાં આવી
- પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી પણ શપથવિધિ સમારંભમાં હાજર
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સર્કિટ હાઉસ પહોંચ્યા
- કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ એ સ્ટેજ ઉપર સ્થાન લીધું
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ સ્ટેજ ઉપર પહોંચ્યા
- તમામ કેન્દ્રીય મંત્રી અને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું
- ભાજપના જનરલ સેક્રેટરી તરુણ ચુગ નુ પણ સ્ટેજ પર સ્થાન
- કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સ્ટેજ પર સ્થાન લીધું
- કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર પણ સ્ટેજ પર હાજર
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નું આગમન
- શપથવિધિ સમારંભ નો પ્રારંભ થશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સ્ટેજ પર આવ્યા
- કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ ઉપર
- રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર પણ સ્ટેજ પર પહોંચ્યા
- વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સ્ટેજ પર હાજર
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સ્ટેજ પર હાજર
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સ્ટેજ પર હાજર
- રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા શપથવિધિ સમારંભમાં પ્રારંભની મંજૂરી માગવામાં આવી
- પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર રજનીકાંત પટેલ ની શપથવિધિ નો પ્રારંભ
- રાજ્યપાલ દ્વારા શપથ વિધિ શરૂ કરાઈ
- ઈશ્વરના નામે લીધા શપથ
- ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા
- શપથ વિધિ પૂરી થઈ
- ભારત માતાકી જયના નારા લાગ્યા, વંદે માતરમ ના નારા લાગ્યા
- શપથવિધિ સમારંભ પૂરો થયો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા પાઠવી
- અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ શુભેચ્છા પાઠવી
- શિવરાજસિંહ ચૌહાણે પણ શુભકામનાઓ પાઠવી
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તમામે પુષ્પકુંજ સાથે શુભકામનાઓ પાઠવી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓ અને મંત્રીઓ સ્ટેજ ઉપર થી રવાના થયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube