Teacher`s Day 2022 : માત્ર 2000 ની વસ્તીવાળા વડાળીમાં ભગવાન બનીને આવ્યા 3 શિક્ષકો, દર વર્ષે મળે છે એવોર્ડ
Teacher`s Day 2022 : માત્ર 2 હજારની વસ્તી ધરાવતા ઉપલેટાના આ વડાળી ગામના ખેડૂત પુત્રો અને નાગરિકોને તેમની શાળામાં શિક્ષકો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોય તો શિક્ષણ માટે બીજું શું જોઈએ. તે તો પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરાવીને નસીબદાર માને છે
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :કહેવાય છે કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, તેના ખોળામાં લય અને પ્રલય આકાર લે છે. રાજકોટ જિલ્લાની એક શાળા છે કે જેના શિક્ષકો આવાજ અસામાન્ય છે અને તેઓને સરકાર દ્વારા શિક્ષકોને ત્રણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. કોણ છે આ શિક્ષકો અને શું છે તેની કામગીરી જોઈએ.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની વડાળી પ્રાથમિક શાળા એક નમૂનેદાર શાળા છે. તે જ રીતે અહીંના શિક્ષકો પણ કંઈક ખાસ છે. વડાળી પ્રાથમિક શાળા તો એક સામાન્ય શાળા જેવી જ શાળા છે અને અહીં 6 શિક્ષકો ફરજ બજાવે છે. આ શાળાના શિક્ષકો કંઈક ખાસ છે. કારણ કે ગુજરાત સરકાર દ્વારા આ 6 શિક્ષકોમાંથી 3 ને એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ મનીષભાઈ જાવીયા, શિક્ષક દંપતી પ્રકાશભાઈ નિરંજની અને રંજનબેન નિમાવતને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મા અંબાના આંગણે બે વર્ષ બાદ રુંડો અવસર આવ્યો, ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થશે
રંજનબેન અને તેના પતિ પ્રકાશભાઈને સતત એવોર્ડ મળતા આવ્યા છે. જેમાં 2017 થી શરૂ કરીને 2019 સુધી સતત 3 એવોર્ડ મળ્યાં છે. જેમાં 2017 માં પ્રકાશભાઈએ બેસ્ટ તાલુકા શિક્ષકનો એવોર્ડ, 2018 માં જિલ્લા શિક્ષકનો બેસ્ટ એવોર્ડ અને 2020 મા રાજ્ય કક્ષાનો બેસ્ટ એવોર્ડ મેળવ્યો છે. 2019 માં રંજનબેનને તાલુકા કક્ષાનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ અને ત્યાર બાદ 2020 માં જિલ્લા કક્ષાનો અને 2021 માં રાજ્ય કક્ષાનો એવોર્ડ મળી ચૂક્યો છે. જયારે રંજનબેનના પતિ પ્રકાશભાઈ નિરંજનીને પણ સતત 3 વર્ષ 2017 થી લઈ ને 2019 સુધી તાલુકા કક્ષાથી લઈને રાજ્ય કક્ષાનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળી ચૂક્યા છે. સતત ચેલનમાં 3 વર્ષ સુધી તાલુકાથી લઈને રાજ્ય કક્ષા સુધીના એવોર્ડ મેળવનાર રાજ્યનું આ એક માત્ર દંપંતી છે. તેમની કામગીરી પણ ખુબજ વિશિષ્ટ રહી છે, તેઓએ કોરોના કાળમાં શાળા બંધ હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ખૂબ જ સારી કામગીરી કરીને શાળાને નમૂનેદાર બનાવી છે.
વડાળી પ્રાથમિક શાળાને નમૂનેદાર બનાવનાર રંજનબેન અને તેના પતિ પ્રકાશભાઈ નિરંજની વડાળી શાળાના ખાસ અને પ્રિય શિક્ષકોમાંના એત છે. પ્રકાશભાઈ એક શિક્ષક સાથે સાથે શિક્ષણ જગતમાં કંઈક નવું નવું કરવા માટે તત્પર હોય છે. તેઓએ કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપવાની સાથે શિક્ષણમાં સતત ઈનોવેશન કરતા રહે છે. આ વર્ષે પણ ભારત સરકારના એક ટોય ફેરમાં તેઓએ પોતાની એક ખાસ ઓનલાઇન ટોય પઝલ મૂકી હતી, જેનું નામ હતું માઈન્ડ પાવર મેથ્સ પઝલ. આ કૃતિ સાથે તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ ગુંજતું કર્યું હતું અને જેની નોંધ દેશ અને વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIM એ લઈને પ્રકાશભાઈની આ કૃતિને IIM દ્વારા બહાર પાડેલ ગણિતની એક બુકમાં સ્થાન પણ આપી છે.
આ પણ વાંચો : રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે...
ભાયાવદરથી 15 કિમી દૂર આવેલ વડાળી ગામની વડાળી પ્રાથમિક શાળાએ ખાસ છે. આ શાળાના વધુ એક એવોર્ડેડ શિક્ષક એવા રંજનબેન નિમાવત છે. તેઓ સતત 3 વર્ષથી સરકાર દ્વારા એવોર્ડ મેળવી રહ્યાં છે. 2018 મા તાલુકા શિક્ષકનો એવોર્ડ, 2019મા જિલ્લા શિક્ષકનો એવોર્ડ 2021 માં રાજ્ય કક્ષાનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે. રંજનબેન તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકથી શરૂ કરીને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચુક્યા છે. તેઓની કામગીરી અને વિધાર્થીઓને શિક્ષણ આપવાની રીત પણ ખાસ છે. રંજનબેને કોરોના કાળમાં પણ વિધાર્થીઓને કંઈક નવું આપવું એવો જીવન મંત્ર સાથે વિધાર્થીઓને તેઓએ જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે તેઓએ વિવિધ રમકડાં બનાવીને આપ્યા હતા અને તેને ઓનલાઇન પણ મૂક્યા હતા. જેમાં એક ખાસ પ્રકારની રમત પણ બનાવી હતી કે જેના દ્વારા વિદ્યાર્થી રમતા રમતા અભ્યાસ કરી શકે. વિધાર્થીઓને અભ્યાસમાં ખાસ નવું નવું આપવાને લઈને રાજ્ય કક્ષામાં તેઓ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચુક્યા છે. ગાંધીનગરમાં તેઓને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
માત્ર 2 હજારની વસ્તી ધરાવતા ઉપલેટાના આ વડાળી ગામના ખેડૂત પુત્રો અને નાગરિકોને તેમની શાળામાં શિક્ષકો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોય તો શિક્ષણ માટે બીજું શું જોઈએ. તે તો પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરાવીને નસીબદાર માને છે. દરેક સરકારી શાળાઓ અને સરકારી શિક્ષકોએ વડાળી ગામની શાળા અને શિક્ષકો પાસેથી પ્રેરણા લે તો હાલ જે ખાનગી શાળામાં શિક્ષણ મળે છે તે કોઈ પણ ગામ કે શહેરમાં મળી શકે અને દરેક બાળકનો વિકાસ થઇ શકે.