અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (Mgnrega) યોજના હેઠળ 10 કરોડના કૌભાંડનો આક્ષેપ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર કર્યો છે. mgnrega યોજનામાં કામ ના કર્યું હોય છતા પણ લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા અને ATM કાર્ડ અને જોબકાર્ડ બનાવીને TDO ની સહીથી ભુતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર બનાસકાંઠામાં જ 50 કરોડ રૂપિયાનાં કૌભાંડનો ચકચારી આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેક, પરીક્ષાઓ સ્થગિત

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારની જવાબદારી છે કે, ગરીબ પરિવારોને મદદ મળે પરંતુ ગુજરાતમાં mgnrega યોજનાનું ખુબ જ મોટુ કૌભાંડ થયું છે. જેમાં ગરીબ લોકોનાં ખોટા ખાતા બનાવવામાં આવે છે. રાજ્યમાં દરેક ગામડામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. 5થી 10 કરોડનું કૌભાંડ થયું છે. સરપંચ અને ટીડીઓ તમામ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે. 


અંબાજી મંદિરને ISO સર્ટિફિકેટ બાદ હવે કેન્દ્ર સરકારે પ્રસાદ યોજનામાં સમાવ્યું

આ અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ 350 ગામમાં mgnrega યોજનાનું મોટુ કૌભાંડ ચાલે છે. બાલિન્દ્રા ગામે 8થી 10 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોબકાર્ડ પર વેબસાઇટ પરથી ડિલિટ કરી દેવાયા છે. આ કૌભાંડ સમગ્ર રાજ્યમાં અને કરોડો રૂપિયામાં થતું હોવાનું જણાવ્યું હતું. આ અંગે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર