હાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી
માળીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. આ વાણીવિલાસ અને ખાસ કરીને રામ મંદિર બાબતે કરવામાં આવેલ બેફામ વાણીવિલાસના કારણે હાલમાં સમગ્ર રામ ભક્તો અને દેશની જનતાની લાગણી દુભાઇ છે. ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા દેશવાસીઓની અને રામ ભક્તોની માફી માંગવામાં આવે આવે તેવી માંગણી ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક આઇ.કે.જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો.
મોરબી : માળીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. આ વાણીવિલાસ અને ખાસ કરીને રામ મંદિર બાબતે કરવામાં આવેલ બેફામ વાણીવિલાસના કારણે હાલમાં સમગ્ર રામ ભક્તો અને દેશની જનતાની લાગણી દુભાઇ છે. ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા દેશવાસીઓની અને રામ ભક્તોની માફી માંગવામાં આવે આવે તેવી માંગણી ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક આઇ.કે.જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો.
Dy.SP ના પુત્રની પરિવાર સહિત આત્મહત્યા કેસમાં નવો વળાંક, સાઢુભાઇ સામે ફરિયાદ દાખલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ શનિવારે મોરબી જિલ્લાના જૂના ઘાટીલા સભા સંબોધી હતી. ત્યારે મોરબી-માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલના સમર્થનમાં સભા કરવામાં આવી હતી. જ્યાં તેણે બેફામ વાણીવિલાસ કર્યો હતો. જેથી કરીને રામ ભક્તોમાં નારાજગી છે તેવું ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક આઇ.કે.જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગઇકાલે હાર્દિકે સભામાં એમ કહ્યું કે, રામ મંદિર ગામો ગામ છે ત્યાં કોઈ જાલર વગાડવા પણ જતું નથી.
વડોદરા : ઢોંગી પ્રશાંતે કહ્યું તારા પર કૃપા થઇ છે ઝડપથી ન્હાઇને નિર્વસ્ત્ર થઇને બહાર આવજે અને...
હાલમાં રામ મંદિર અયોધ્યા બનાવવાની વાતો કરે છે, તો ત્યાં કોણ દર્શન કરવા માટે જશે. આમ કહીને હાર્દિક પટેલ દ્વારા જે કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે તે લાગણીને ઠેસ પહોચાડી છે. આ માટે હિંદુઓ તેમજ રામ ભક્તો અને સમગ્ર દેશની જનતાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા માફી માંગવામાં આવવી જોઇએ. કરોડો હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડીને હાર્દિક પટેલ અને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે. એક તરફ રાહુલ ગાંધી જનોઇ પહેરીને આસ્તિક હોવાનો ડોળ કરે છે. બીજી તરફ હાર્દિક પટેલ આવા નિવેદનો આપીને હિન્દુઓની લાગણી સાથે રમત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube