ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસમાં જોડાયા પછી પાટીદાર નેતા હાર્દિક પટેલનું દિવસેને દિવસે કદ વધી રહ્યું છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો અને થોડા દિવસોમાં જ તેને કોંગ્રેસ પાર્ટીનો સ્ટાર પ્રચાર બનાવી દેવામાં આવ્યો હતો. અને હવે હાર્દિક પટેલને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોપવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ હવે હાર્દિક પટેલનું મહત્વ પાર્ટીમાં વધી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોપવામાં આવી અને હાર્દિકને કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બનાવામાં આવ્યો હતો. તેણે ગુજરાતમાં જોરદાર પ્રચાર કરી રહ્યો છે. અને ભાજપ સરકાર પર સતત પ્રહારો કરીને ગુજરાતની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો માટે મત માંગી રહ્યો હતો.


મોદીએ 15 લાખતો આપ્યા નથી પરંતુ ઘરમાં હતા તે પણ લઇ લીધા: હાર્દિક પટેલ



હવે ગુજરાતમાં પ્રચાર પડઘમ ચૂંટણી પંચ દ્વારા શાંત કરવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થવાના અંતિમ કલાક સુધી હાર્દિક દ્વારા જામનગર લોકસભા બેઠક પર સતત પ્રચાર કરીને કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગ્યા હતા. અને હવે હાર્દિક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે સભાઓ ગજવશે.