મોદીએ 15 લાખતો આપ્યા નથી પરંતુ ઘરમાં હતા તે પણ લઇ લીધા: હાર્દિક પટેલ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાતને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. લાફાકાંડ અને નિકોલની સભામાં થયેલા હોબાળા બાદ પણ હાર્દિક દ્વારા ચૂંટણી પ્રચાર શાંત થવાના અંતિમ કલાક સુધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હાર્દિક પટેલ દ્વારા જામનગરમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરીને જનતાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનું આહવાન કર્યું હતું. 

મોદીએ 15 લાખતો આપ્યા નથી પરંતુ ઘરમાં હતા તે પણ લઇ લીધા: હાર્દિક પટેલ

મુસ્તાક દલ/જામનગર: કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાતને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. લાફાકાંડ અને નિકોલની સભામાં થયેલા હોબાળા બાદ પણ હાર્દિક દ્વારા ચૂંટણી પ્રચાર શાંત થવાના અંતિમ કલાક સુધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હાર્દિક પટેલ દ્વારા જામનગરમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરીને જનતાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનું આહવાન કર્યું હતું. 

હાર્દિકે જામનગરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરતા લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભુતકાળમા પણ આ વિસ્તારમાંથી ભાજપને તમે જાકારો આપયો છે, ભાજપને ઉરીથી જાકારો આપવાનો ફરીથી સમય આવી ગયો છે. ભાજપની કેન્દ્ર સરકાર સતત જુઠાણાઓ જ ચલાવી રહી છે. મોદીએ 15 લાખ તો આપ્યા નથી પણ ઘરમાં હતા એ પણ લઇ લીધા છે.

કોંગ્રેસ માટે પોલીસ પણ સરકારની એજન્ટ બનીને કામ કરી રહી છે: ગીતા પટેલ

મોંઘવારી વધતા હવે ગેસના બાટલા પણ મોંઘા થયા છે. 345 કરોડનો ઘોટાળો પાક વિમા દરમિયાન જામનગરમાં થયો છે. ખેડુતો દ્વારા આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમા પાણી નથી, ખેડૂતોને ટેકાના ભાવે પૈસા સમયસર મળતા નથી. કોંગ્રેસ એવા ઉમેદવાર લઇને આવી કે, જો સરકાર પૈસા નહિ આપે તો પોતાના ખિસ્સાથી પણ તમારો વિકાસ કરશે.

કોંગ્રેસના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા હાકલ કરી હતી. મોદી ધોળા થાવા માટે 30 હજારનાતો મશરુમ ખાય છે. તમામ ગ્રામજનોને પહેલા નંબરનું બટન દબાવા અપીલ કરી હતી. ભાજપ વાળા મારા બેટા એટલા ચોરના પેટના છે. વિકાસ જનતાએ પોતે કરયો છે. આ વિકાસ નરેન્દ્ર મોદીનો નથી. વિકાસ આપણા પરિવારજનોએ કર્યો છે. સામા વાળાના ભજીયા ભલે ખાયને આવો પણ મતતો કોંગ્રેસને જ આપવાનો તેવું કહીને હાર્દિકે પ્રચારની પૂર્ણહુતિ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news