નવી દિલ્હી : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પુર્ણ થવાની સાથે જ અલગ અલગ સમાચાર ચેનલો પર આવેલા એક્ઝિટ પોલમાં બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં જ્યાં એક તરફ કોંગ્રેસનાં સુપડા સાફ થઇ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઇ રહી છે. તમામ પોલ બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાની વાત કરી રહ્યા છે. 
જો કે ગુજરાતમાં ભાજપ સામે એક મહત્વનો પડકાર બનીને ઉભરેલ પાટીદાર નેતા હાર્દિક પટેલે એક્ઝિટ પોલનાં બહાને ઇવીએમમાં ગોટાળા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાર્દિકે ગુજરાતી ભાષમાં ટ્વિટ કરીને કહ્યું કે, એક્ઝિટ પોલમાં ભાજપે જાતે કરીને જીતનો દાવો કરી રહી છે. જેથી ઇવીએમમાં સરળતાથી ગડબડ કરી શકે અને લોકોને તેનાં પર શંકા પણ ન જાય. આ ભાજપનાં જુના પેંતરા છે. જો સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં ગોટાળા ન થાય તો ભાજપનાં જીતવાની કોઇ જ આશા નથી. સત્ય મેવ જયતે.પોતાનાં ત્યાર બાદ પોતાનાં ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે ઉત્તરથી તોફાનો, સૌરાષ્ટ્રથી સિંહ, દક્ષિણનો ગુસ્સો આ બધુ જ ભેગુ થશ ત્યારે થશે મહાપરિવર્તન.