મૌલિક ધામેચા/ગૌરવ પટેલ, અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે હાર્દિક પટેલની મુલાકાત કરવાના છે. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ હાર્દિકને મળ્યાં અને તેમણે હાર્દિકને સમર્થન જાહેર કર્યું. મળતી માહિતી મુજબ હાર્દિકના વજનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તહેવારોની રજા હોવાના કારણે આજે સમર્થકો વધારે આવવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ કરી મુલાકાત
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ આજે હાર્દિકની મુલાકાત કરી. તેમણે હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યુ હતું. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર વિરુદ્ધ યુવાનને અનશન કરવા પડે શરમજનક વાત છે. હું સમજુ છું કે આ સમાજ મૂળ નિવાસી લોકો છે,જે સમાજના વિકાસ માટે કરી રહ્યા છે.જન સંખ્યા આધારે આરક્ષણ છે શૈક્ષણિક રીતે બેકબર્ડ લોકો માટે છે તો 49 ટકા મુજબ આપી શકાય તે લિમિટ યોગ્ય નથી.તેમણે કહ્યું કે અન્ય રાજ્યમાં 70 ટકા આરક્ષણ છે. આર્શીવાદ આપું છું કે દેશમાં આરક્ષણ માટે એક રસ્તો બતાવ્યો છે. 55 લાખ ખેડૂતો છે જે દરરોજ  આત્મહત્યા કરે છે. સરકાર પાપ કરી રહી છે તે ભોગવવું પડશે. આ બેદર્દો ની સરકાર છે. અગાઉ સામાજિક,ઇકોનોમિક થયેલો સર્વે જમા કરાવ્યો છે તે જાહેર કરે.


મેડીકલ ચેકઅપ
ઉપવાસના નવમાં દિવસે હાર્દિકને ઉબકા આવવા અને ચક્કર આવવાની ફરિયાદ હતી. સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિકનું ચેકઅપ કરવા માટે પહોંચી હતી. આ બાજુ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ અપાઈ છે. બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ માટે હાર્દિકની હાલ પૂરતી ના પાડી છે. સાંજે જોશે. વજનમાં આજે 600 ગ્રામનો ઘટાડો થયો છે. હાર્દિક દાખલ ન થવા માટે મક્કમ છે. 


ગુજરાત વિેધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર્દિક સાથેની મુલાકાત અગાઉ ટ્વિટ કરી. આંદોલનનો અધિકાર શીર્ષક હેઠળ કરાયેલી આ  ટ્વિટમાં ધાનાણીએ લખ્યું કે ખેતી બચાવો અભિયાન અંતર્ગત અધિકારનો અવાજ ઉઠાવનારા ઉપવાસ આંદોલનના સારથિને આવતીકાલ સમર્પિત જીવશે જવાન તો જય જવાન જીવશે કિસાન કો જય કિસાન જય જય ગરવી ગુજરાત. 



ટ્વિટમાં પરેશ ધાનાણીએ ખેડૂતો માટે 15 મુદ્દે માંગની રજૂઆત કરી. જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.  


  • કૃષિ બજેટમાં વધારે કરો

  • કૃષિ સબસીડીમાં વધારો કરો 

  • વયોવૃદ્ધ ખેડુતોને પેન્શન આપો

  • સરળતાથી સસ્તું ધિરાણ આપો

  • રોજ ભુંડના ત્રાસથી ખેતી બચાવો

  • સેટેલાઇટ જમીન માપણી રદ કરો

  • કૃષિ ઓજારોને કરવેરા મુક્ત કરો

  • પાકવિમાનુ ખાનગી કરણ બંધ કરો

  • સસ્તી અને પૂરતી વિજળી આપો 

  • કૃષિ ઉપજને જીએસટી મુક્ત કરો

  • સિંચાઈના પાણીની વ્યવસ્થા કરો 

  • કૃષિના પોષણક્ષમ ભાવ આપો

  • ગરીબ ખેડુતોને બીપીએલ કાર્ડ આપો 

  • મગફળી કાંડની તટસ્થ તપાસ આપો 

  • ખેડુતોના દેવા માફ કરો નહી તો ભાજપને જડમૂળથી સાફ કરો


અત્રે જણાવવાનું કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે. 25મી ઓગસ્ટથી હાર્દિક ઉપવાસ આંદોલન પર છે. હાર્દિકે ગઈ કાલે સવારે એસ.પી. સ્વામીના આગ્રહને કારણે પાણી પીધું હતું. તો બપોરે પાટીદાર સંસ્થાના આગેવાનો હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. એક પછી એક પાટીદાર સંસ્થાના આગેવાનો પહોંચતા ઉપવાસ અંગે સમાધાન થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. મેધા પાટકરે પણ ગઈ કાલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી.