મારા પિતાના લીધે મને બોલીવુડમાં ના મળ્યું કામ! ખાવાના ફાંફા હતા, આજે છે સુપરસ્ટાર
Ratan Tata Bollywood Flop Film: ખાવાના અને ઓડિશનમાં જવાના પૈસા નહોતા પણ એક ફિલ્મે સુપરસ્ટાર બનાવી દીધો, ઓળખો છો તમે...
Trending Photos
Shahid Kapoor: અમે વાત કરી રહ્યાં છીએ શાહિદ કપૂરની. બોલિવૂડનો હેન્ડસમ હંક ગણાતા શાહીદે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં ડેબ્યૂ બાદ લગાતાર ફ્લોપ ફિલ્મોએ તેને નિરાશ કર્યો હતો પણ 2019માં આવેલી એક ફિલ્મે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો.
શાહિદ કપૂર આજે ઈન્ડસ્ટ્રીનો સુપર સ્ટાર છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સ્ટાર કિડ હોવા છતાં એક્ટિંગની દુનિયામાં પોતાના પગ જમાવવા માટે તે ભટકતો હતો. કારકિર્દીની શરૂઆતમાં ઘણીવાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું. પરંતુ તેણે 2019માં એક જ ફિલ્મથી બોક્સ ઓફિસને હચમચાવી દીધી હતી.
સ્ટાર્સના અનુભવોમાં ઘણીવાર તમે સાંભળ્યું હશે કે કોઈએ ડિરેક્ટરને આસિસ્ટ કર્યું છે. તો કોઈએ સહાયક અભિનેતા તરીકે ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શાહિદ કપૂરે તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. ઐશ્વર્યાના ગીત 'કભી આગ લગે લગ જાવે' અને 'દિલ તો પાગલ હૈ'ના ગીત 'દિલ લે ગયી લે ગયી'માં શાહિદ કપૂરને ઓળખવો મુશ્કેલ છે.
શાહિદ કપૂર હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા પંકજ કપૂરનો પુત્ર છે. અભિનેતાએ 2003માં ચોકલેટ હીરોની ભૂમિકા ભજવીને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાની પહેલી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' હતી. પરંતુ આ ફિલ્મમાં કામ કરતાં પહેલાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પહેલાં તેણે ઘણા વીડિયો આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું.
તેણે ડાન્સર તરીકે પણ ઘણો સંઘર્ષ કર્યો હતો. પરંતુ વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'ઈશ્ક વિશ્ક'માં તેણે રોમેન્ટિક હીરોની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.
શાહિદ કપૂરે એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને બોલિવૂડમાં કામ માત્ર એટલા માટે નથી મળ્યું કારણ કે તે પંકજ કપૂરનો પુત્ર હતો. તેના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેણે 100 વખત ઓડિશન આપવું પડ્યું અને તેને રિજેક્ટ કરવામાં આવ્યો. તેણે કહ્યું હતું કે તે સમયે મારી પાસે ખાવા અને ઓડિશનમાં જવાના પૈસા પણ નહોતા. મેં મારા જીવનમાં ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે.
વર્ષ 2019 પહેલાં શાહિદ કપૂરની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. પરંતુ વર્ષ 2019માં તેણે સિંગલ લીડ એક્ટર તરીકે એક ફિલ્મ આપી જેણે તેની કારકીર્દી બદલી નાખી. આ ફિલ્મનું નામ 'કબીર સિંહ' હતું. આ ફિલ્મે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. શાહિદનું સપનું 'કબીર સિંહ' પછી જ પૂરું થયું.
2019ની આ બ્લોકબસ્ટર ફિલ્મ પછી શાહિદને તે સ્ટારડમ મળ્યું જેની તે વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. આ ફિલ્મે માત્ર શાહિદનું કરિયર જ બનાવ્યું નથી, પરંતુ મેકર્સને આ ફિલ્મ દ્વારા ઘણો નફો પણ થયો છે. શાહિદે પોતાના કરિયરમાં જબ વી મેટ, ઉડતા પંજાબ, કબીર સિંહ જેવી ફિલ્મો આપીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે