અમદાવાદ :રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે  સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક પટેલ આંદોલનના માર્ગે નીકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પટેલ પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિક પટેલે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાત જ્ઞાતિ કે પક્ષથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. 


Airport Updates : અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તો સુરતમાં 11 ફ્લાઈટ મોડી પડી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે પટેલે રાજકીય પક્ષોને એકબાજુ મૂકીને માત્રને માત્ર ખેડૂતોના નાતે આપણે હાજરી આપવા આહવાન કરીને કહ્યું કે, ખેડૂતોમાં હજુ સંગઠન શક્તિનો મોટો અભાવ જોવા મળે છે. તેણે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા કરી હાકલ કરી અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવાની અપીલ કરી. સાથે જ ખેડૂતોને આ તમામ રાજકીય પક્ષો જાત-પાત છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય પાક્યો હોવાનુ જણાવ્યું.


વડોદરા : કેમિકલ કંપનીમાં લાગી આગ, 10 ગાડી ફોર્મના મારાથી પણ કાબૂમાં ન આવી


ઝી 24 કલાક સાથેની વાતમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, પ્રતિક ઉપવાસ સત્યાગ્રહની શરૂઆત છે. એક પણ કંપનીએ ખેડૂતોને પાક વિમા આપ્યા નથી અને સરકાર તરફથી કોઇ નક્કર આયોજન થયું નથી. સૌરાષ્ટ્રના વિસ્તારથી પરિચય વધારે હોવાથી પડધરીથી શરૂઆત કરવાની છે અને ગામડે ગામડે જઇ ખેડૂતોની લડાઈને મજબૂત કરવામાં આવશે. આજે ખેડૂત પોતાના ઉત્પાદનની કિંમત નક્કી કરી શકતો નથી. ખેડૂત દિવસેને દિવસે પાયમાલ થઇ રહ્યો છે. દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે. તેથી ખેડૂતોની લડાઇ લડવા માટે નીકળ્યા છીએ. કૃષિ મંત્રી કે સરકારના કોઇ અન્ય મંત્રીએ ખેડુતોના ખેતર કે પાકની મુલાકાત લીધી નથી. ભાજપના લોકો ખેડૂતો મુદ્દે રાજકારણ કરે છે.  વીમા કંપનીના રૂપિયા મંત્રીઓને ખાવા છે. પડધરીના ઉપવાસ માટે ભાજપાના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપવાસ ખેડૂતના નેજા હેઠળ છે અને હાર્દિક તેનો સમર્થક છે. જો ખેડૂતોની લડાઈ ન લડ્યા તો ખેડુતોની આત્મહત્યાના કિસ્સા વધશે. રાજકીય વાડા છોડી, ખેડૂતોએ એક બનવું પડશે. 


દિવાળી બાદ વધુ પ્રદૂષિત બની અમદાવાદની હવા, આ વિસ્તારોમાં છે સૌથી ખરાબ હાલત


‘કોંગ્રેસના શાસનમાં અવારનવાર આંદોલન કરતું કિસાન સંધ ક્યાં ખોવાયું છે...’ નો સવાલ પણ હાર્દિક પટેલે કર્યો. તેણે કહ્યું કે, અનેક નિર્દોષ ખેડૂતોએ આંદોલનમાં જીવ ગુમાવ્યા હતા. ભાજપ સરકારમાં કિસાન સંઘ ખોવાઇ ગયું છે. આજની સ્થિતિમાં ખેડૂતોએ જાતે આગેવાન બનવું પડશે. ભાજપે જે આરોપ કરવા હોય એ કરે ખેડૂત માટેની લડાઇ ચાલુ રહેશે. મારી સાથે પ્રતિક ઉપવાસમાં 7000થી વધારે ખેડૂત જોડાશે. એકથી સવા વર્ષ લાંબો સત્યાગ્રહ કરવામાં આવશે. સરકાર પાસે કરોડો રૂપિયા પડ્યા છે, તો તે ખેડૂત સુધી પહોંચતા કેમ નથી. અમારો અવાજ સરકાર સુધી પહોંચશે અને સરકારે સાંભળવું પણ પડશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube