કિંજલ મિશ્રા/ગૌરવ પટેલ, અમદાવાદ (પાટણથી પ્રેમલ ત્રિવેદી): આજે હાર્દિક પટેલના ઉપવાસનો પાંચમો દિવસ છે. રોજે રોજ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત નિવાસસ્થાને હાર્દિક ઉપવાસ પર ઉતર્યો છે . ખેડૂતોને દેવામાફી, અનામત મુદ્દે હાર્દિક ઉપવાસ પર ઉતર્યો છે. રાજ્યના વિવિધ સ્થળેથી આવેલા અનેક સમર્થકોને ગ્રીન રિસોર્ટ બહાર જ રોકી લેવામાં આવી રહ્યાં છે. પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  મળતી માહિતી મુજબ હાર્દિક પટેલમાં આજે પાંચમા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. તે ઊઠીને બરાબર ચાલી શકતો નથી. ગઈ કાલે ડોક્ટરોએ તેને એડમિટ થવાની સલાહ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરનારા ડોક્ટર નમ્રતા વડોદરિયાના કહેવા મુજબ હાર્દિકના બ્લડશુગર અને બ્લડ પ્રેશર પલ્સ ચેક કર્યા છે. અત્યારે કોમ્પ્લિકેશનનું સ્ટેજ શરૂ થઈ ગયું છે. વધુ પાણી પીવે તેવી તેમણે સલાહ આપી છે. બીપી અને શુગર હાલ નોર્મલ છે. પરંતુ જો ઉપવાસ ચાલુ રાખશે તો તેની તબિયતને નુકસાન થઈ શકે છે. 


આ બાજુ રાજ્યમાં પાટણમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં કેટલાક લોકોએ ઉપવાસ પર બેસવાની મંજૂરી માંગી હતી જે આપવામાં ન આવી. પાટણના બગવાળા ચોકમાં ઉપવાસ પર બેસવાની મંજૂરી મંગાઈ હતી. પાટણ પાસ કાર્યકર્તાઓને ઉપવાસ પર બેસવાની મંજૂરી ન અપાતા કાર્યકર્તાઓએ પાટણના નવજીવન ચાર રસ્તા પર વાહનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે તેમનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો. 


પાટણમાં પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી અને તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસ નો આજે પાંચમો દિવસ છે ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દેશભર માંથી લોકો આવવાના છે ત્યારે આજે સવારે 11:30 કલાકે સંજીવ કુમાર ભટ્ટ(પૂર્વ આઈ.પી.એસ. ઓફિસર)આવશે.