ગૌરવ પટેલ/અમદાવાદ :સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી લડવા અંગે લીલીઝંડી મળતા જ ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે કહ્યુ કે, હું ચૂંટણી ચોક્કસ લડવાનો છું. ચૂંટણી ક્યાંથી લડવાની છે એ મને ખબર છે. ચૂંટણી જીતીને વિધાનસભામાં ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી લડીશ એ નક્કી
હાર્દિક પટેલે કહ્યું કે, ચુટંણી લડવું એ મારો ઉદ્દેશ નથી. મારો ઉદ્દેશ ગુજરાતના લોકોનું સારું થાય એ છે. જેથી ગુજરાતના લોકોના પ્રશ્નો લોકસભા અને વિધાનસભામાં ઉઠાવી શકાય. વર્ષ 2019 ની ચૂંટંણી લડવા માટે સુપ્રીમમાં અરજન્ટ હિયરીંગ માંગ્યું હતું, જે થયું ન હતું. જેથી 2019 ની ચૂંટણી લડી શક્યો ન હતો. હવે ગુજરાતની પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા ચૂંટણી પ્રક્રિયામાં ઉતરીશ. ન્યાય મને પ્રથમ હરોળમાં મળ્યો છે. જેથી મારા વકીલ અને શુભચિંતકોનો આભાર છે. સરકારને પહેલાં પણ વિનંતી કરી હતી કે કેસનું નિરાકરણ લાવવામાં આવે. પરંતુ હજુ નિરાકરણ આવ્યું નથી. તેથી બાકીના કેસનું નિરાકરણ લાવવા માટે મારી અપીલ છે. ચૂંટણી પ્રક્રિયાને સાત વર્ષનો સમય બાકી છે. કંઇ બેઠક પરથી ચુંટણી લડવી એ હજુ નક્કી નથી. પણ ચુટંણી લડીશ એ નક્કી છે. હુ પહેલાં જે મજબૂતાઇ લોકો વચ્ચે જતો હતો અને એ જ પ્રકારે આગળ પણ જઇશ. કાર્યકારી અધ્યક્ષ એ માત્ર હોદ્દો છે. મારો ધ્યેય સ્પષ્ટ રીતે શ્રેષ્ઠ ગુજરાત છે. 


આ પણ વાંચો : નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો, 7 વર્ષની તાન્યાની મહી નદીમાં 70 ફૂટ ઊંચેથી ફેંકીને હત્યા કરાઈ હતી


નરેશભાઈનું વારંવાર થતું અપમાન બંધ થવું જોઈએ 
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મુદ્દે પણ હાર્દિક પટેલે મોટી વાત કહી. હાર્દિકે પટેલે પોતાની જ પાર્ટી પર નિવેદન આપતા કહ્યુ કે, કોંગ્રેસના હાઈકમાન્ડે જલદી નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસના કહેવાતા નેતાઓ નરેશ પટેલની ડિમાન્ડની વાત કરે છે, પણ નરેશભાઈએ પાર્ટી પાસે કોઈ ડિમાન્ડ નથી મૂકી. જો યોગ્ય નિર્ણય લેવો હોય તો જલદી લો. નરેશભાઈનું વારંવાર થતું અપમાન બંધ થવું જોઈએ. સન્માન ન કરીએ તો ચાલે પણ અપમાન ન કરવું જોઈએ. ટૂંકમાં હાર્દિક પટેલે પોતાના જ પક્ષના નેતાઓ પર સીધો વાર કરતા કહ્યું કે, અમારા નેતાઓએ જલદી નિર્ણય લેવો જોઈએ.


આ પણ વાંચો : ખંભાતના રમખાણમાં મોટો ખુલાસો, જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા


નોંધનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પાટીદાર આંદોલન સમયના હિંસાના કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી છે. મહત્વનું છે કે, વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તે સમયે સુપ્રીમ કોર્ટે આ અરજી તરત જ સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. હાર્દિકની અપીલ હતી કે તેની સજા પાછી ખેંચવામાં આવે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દીક પટેલની સજા પર રોક લગાવી લીધી છે. સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી.


આ પણ વાંચો : 


આજે શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન, માધવપુરવાસીઓ જાનૈયા બનશે, હજારો વર્ષોની પરંપરા પાછળ છે ભવ્ય ઈતિહાસ 


સુરતમાં દીકરીઓ સલામત નથી, માતા પાસે સૂઈ રહેલી 5 વર્ષની બાળકીને ઉપાડી જઈ હત્યા, દુષ્કર્મની શંકા