ઝી ન્યૂઝ/અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરત પટેલની આજે પૂર્ણ્યતિથિ છે. ત્યારે હાર્દિક પટેલે શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આજે સવારથી કોંગ્રેસના રાજકીય નેતાઓ શ્રદ્ધાજંલિના કાર્યક્રમમાં પહોંચ્યા છે, પરંતુ ભાજપના કોઈ નેતાઓ દેખાયા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. નિધન બાદ હિન્દૂ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી. પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો. બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતના કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના થશે. હાર્દિકે જણાવ્યું કે, હાલ અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે પરંતુ મેં તો ક્યારે કહ્યું જ નથી કે ફલાણી પાર્ટીના લોકો આવશે. અટકળો તો ચાલે જ છે પણ મારા અને મારા પિતાના લેણદેણ પૂર્ણ કરવા માટે આજનો કાર્યક્રમ કર્યો. બધાને આમંત્રણ આપ્યું હતું, એમ બધા જ લોકોને આમંત્રણ આપ્યું.


ખળભળાટ: ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? ભક્તોમાં અનેક તર્ક-વિતર્ક


હાર્દિક પટેલે પ્રશાંત કિશોર વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઘણા સમયથી પ્રશાંત કિશોર વિશે ચર્ચા ચાલે છે. તે એક સ્ટ્રેટેજી મેકર્સ છે. તે ચૂંટણી બનાવે અને બગાડે છે. પાર્ટીના નેતાએ આ અંગે પાર્ટીના નેતાઓએ ટ્વીટ કર્યું છે. હાર્દિક પટેલે નરેશ પટેલે વિશે જણાવ્યું હતું કે, નરેશ પટેલને રાજકારણમાં આવવુ જોઇએ. તેમના જેવા અનેક લોકોએ આવવું જોઇએ. હું કાંગ્રેસમાં છું, તો એવું અપેક્ષા રાખું કે તે કોંગ્રેસમાં આવે.


વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું નિવેદન 
હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથીએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય. નૌતમ સ્વામીએ હાર્દિકને હિન્દુ વાદી પાર્ટી જોઇન કરવાની સલાહ આપી.


પ્રેમસ્વવરૂપ સ્વામીના વકીલને HCની ટકોર, 'સોખડા આશ્રમ તમારો નથી, તેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે...'


કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન 
હાર્દિકના પિતાની પુણ્યતિથીએ હાજરી આપવા પહોંચેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાર્દિક અમારા પક્ષનો કાર્યકારી પ્રમુખ છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલી સંદેશ મોકલ્યો છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગે છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરશે. શર્માએ ઉમેર્યું હતું કે, પાર્ટીમાં નારાજગી ચાલ્યા કરે, કોંગ્રેસ વિધાનસભામાં 125 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે બધાને સાથે રાખી ચાલી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube