પ્રેમસ્વવરૂપ સ્વામીના વકીલને HCની ટકોર, 'સોખડા આશ્રમ તમારો નથી, તેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે...'

હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી હતી. અગાઉ સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં હાઇકોર્ટે હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો હતો.

પ્રેમસ્વવરૂપ સ્વામીના વકીલને HCની ટકોર, 'સોખડા આશ્રમ તમારો નથી, તેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે...'

આશ્કા જાની/વડોદરા:  સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રેમસ્વવરૂપ સ્વામીના વકીલને હાઇકોર્ટે ટકોર કરી હતી અને જણાવ્યું કે ' સોખડા આશ્રમ તમારું નથી, તેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી તેમનું પોતાનું આશ્રમ ન કહી શકાય. પ્રબોધસ્વામીની કોર્ટ સમક્ષ રજૂઆત' જ્યાંથી બંધક સાધુઓ બાકરોલ શિફ્ટ કર્યા ત્યારથી પ્રેમ સ્વામીએ રસોડું બંધ કરાવી દીધું. બાકરોલમાં ચાલતું બાંધકામ પણ પ્રેમ સ્વામીએ બંધ કરાવી દીધું. હાઇકોર્ટે બંધક સાધુઓને અન્ય સ્થાને ખસેડયા બાદ તેમની સ્થિતિ અંગે પણ અરજદારના વકીલની પૂછ્યું હતું. અમદાવાદમાં જે સ્થળે મહિલાને રખાઈ છે, ત્યાં જગ્યા ઓછી હોવાથી બાજુના ટ્રસ્ટના બાંગ્લામાં ખસેડયા હોવાનું અરજદારે જણાવ્યું હતું.

પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચેના વિવાદ પર કોર્ટે બન્ને સંતોને ટકોર કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે કોર્ટને ખબર છે કોને શુ તકલીફ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા વિવાદ અયોગ્ય છે. સમાધાનના વલણ પર ચર્ચા કરો. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ખુલ્લા મનથી ચર્ચા જરૂરી છે. બને પક્ષમાંથી કોને શુ ખૂંચે છે. બને સ્વામી હાલમાં એકબીજાની આંખમાં આંખ નાંખી વાત પણ નથી કરતા. આટલું સારું કામ કરનાર સંપ્રદાયના સાધુઓ વચ્ચે  વિખવાદ અયોગ્ય. આ મામલે hc નો હુકમ સામધાનનું વલણ અપનાવો. આવતીકાલે બન્ને પક્ષો કોર્ટમાં જવાબ આપશે. 

હાઈકોર્ટમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે રજુઆત કરતા જણાવ્યું હતું કે, 10 હજાર કરોડની પ્રોપર્ટીનો કોઈ વિવાદ નથી. કોર્ટે સમાધાનનું વલણ રાખવા બને પક્ષોને સૂચન કર્યું છે. બને પક્ષના વકીલ સાંજે 5 વાગે મિટિંગ કરશે અને આવતીકાલે ગુજરાત હાઇકોર્ટના સુનાવણી થશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન શ્રેષ્ઠ ઉપાય છે. ધાર્મિક સંસ્થાઓમાં આવા વિવાદ યોગ્ય નહીં.

સોખડા વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે. કોર્ટે સોખડા વિવાદના સમાધાનનું વલણ અપનાવવા જણાવ્યું હતું. આજે સાંજે સિનિયર એડવોકેટ સુધીર નાણાવટીની ઓફિસમાં બને પક્ષના સતો મળશે અને તેનો રિપોર્ટ આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી હતી. અગાઉ સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં હાઇકોર્ટે હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસમા રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા HCએ આદેશ આપ્યા છે. 

સોખડા હરિધામ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે આદેશ પહેલા કુલ 180 સંતોને કોર્ટે સાંભળ્યા હતા. ત્યારબાદ કોર્ટે નોંધ્યું હતું કે, આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે. એટલે પુરુષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવામાં આવે, જ્યારે મહિલા સાધ્વીઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરાયો છે. તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ તેમને પરત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. 

કોર્ટે પ્રેમસ્વરૂપદાસસ્વામી, ત્યાગવલ્લભસ્વામી અને જે.એમ.દવે ના પક્ષકારોને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો છે અને કહ્યું છે કે, જ્યાં સાધુ સંતો રાખવામાં આવ્યા છે ત્યાં પ્રવેશ કરવો નહીં. આ સમગ્ર મામલે સમાધાનનું વલણ રાખવા કોર્ટે સૂચન આપ્યું છે. એટલું જ નહીં, પ્રેમસ્વરૂપદાસસ્વામી, ત્યાગવલ્લભસ્વામી અને જે.એમ.દવે ના પક્ષકારોને કોર્ટનો કડક શબ્દોમાં હુકમ કર્યો હતો કે જ્યાં સાધુ સંતો રાખવામાં આવ્યા છે ત્યાં પ્રવેશ કરવો નહીં. આ સમગ્ર મામલે સમાધાનનું વલણ રાખવા કોર્ટનો સૂચન હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news