અમદાવાદ :લોકસભાના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 26 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આજે પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે. ત્યારે મતદાન સમેય કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ચોકીદાર શબ્દને લઈને શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મને ચોકીદાર નહિ, પણ વડાપ્રધાન જોઈએ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે  હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જતો રહીશ, પણ મને દેશ માટે વડાપ્રધાન જોઈએ છે. જે આ દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષાને, યુવાઓ, જવાનોને મજબૂત કરી શકે. મને ચોકીદાર નહિ, પરંતુ વડાપ્રધાન જોઈએ છે. 


12 સુધી ઓછું મતદાન, કોના માટે ચિંતાજનક? જાણો વિગત


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત 370 અન્ય ઉમેદવાર ઈલેક્શન મેદાનમાં છે. ગત લોકસભા ઈલેક્શનમાં બીજેપીને 26એ 26 સીટ પર જીત મળી હતી. તો બીજી તરફ, હાઈકોર્ટના સ્ટેને કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી શક્યા ન હતા, પરંતુ આ ઈલેક્શનમાં તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા હતા. જેના માટે કોંગ્રેસે તેમને વિવિધ સભાઓ માટે ચાર્ટર્ડ પ્લેન પણ ફાળવ્યું હતું. 


લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV