જામનગરના વિકાસથી વંચિત વિસ્તારમાં હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
કોંગ્રેસમાં જોડાયેલ પાટીદાર નેતા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. જામનગર વિધાનસભા બેઠકના વિકાસથી વંચિત વિસ્તાર દિગ્વીજય સોલ્ટ વિસ્તકની હાર્દિક પટેલે મુલાકાત લઇને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
મુસ્તાક દલ/જામનગર: કોંગ્રેસમાં જોડાયેલ પાટીદાર નેતા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. જામનગર વિધાનસભા બેઠકના વિકાસથી વંચિત વિસ્તાર દિગ્વીજય સોલ્ટ વિસ્તકની હાર્દિક પટેલે મુલાકાત લઇને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
છેલ્લા ચાર દાયકાથી દિગ્વિજય સોલ્ટ વિસ્તાર વિકાસથી વંચિત છે. પાયાની તમામ સુવિધાઓથી આ વિસ્તાર વંચિત હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. 600 કરતા પણ વધારેની વસ્તી વળા વિસ્તારમાં પાકા મકાનો પણ નથી. હાર્દિક પટેલે કાચા મકાનોના કહેવાસીઓ સાથે મુલાકાત કરી હતી.
જીતુ વાઘાણીનું રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન, બાળક હવામાં ‘ફોગાળા’ મારે છે
જામનગર લોકસભા બેઠકના આ વિસ્તારમાં લોકો પાયાની જરૂરિયાત જેવી કે, રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત નથી. મહત્વનું છે, કે ભાજપ દ્વારા આ બેઠક પરથી પૂનમ બેન માડમને રિપિટ કર્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજી સુધી આ બેઠક પરના ઉમેદવાર અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.