ઝી બ્યુરો/અમદાવાદ: પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાવાના છે, ત્યારે ગાંધીનગરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રવેશ પહેલાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલનું ઉત્સાહભેર સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, પોસ્ટરમાં હાર્દિકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ભાજપાના અધ્યક્ષના ફોટો પણ લગાવવામાં આવ્યો છે. પોસ્ટરનાં મારૂ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાતનું સુત્ર પણ છે.



ભાજપમાં કેસરિયા કરતાં પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube