Facebook પર કોમેન્ટ બટન ઓન કરતા જ હાર્દિક થઈ ગયો ટ્રોલ
કોંગ્રેસ છોડીને ભાજપના પાલવ પકડનાર હાર્દિક પટેલને ચારેતરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર પાટીદાર નેતાને લોકોએ બહુ જ સંભળાવ્યા બાદ તેણે મોટું પગલુ લીધુ હતું અને ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતુ. સોશિયલ મીડિયામાં પાટીદાર નેતાને લોકો ખૂબ જ ખરી-ખોટી સંભળવાતા હતા. તો ધમકી પણ મળવા લાગી હતી. ત્યારે આખરે હાર્દિક પટેલે FB પર કોમેન્ટ સેક્શન બંધ કર્યુ હતુ. જોકે, આજે હાર્દિક પટેલે કોમેન્ટ સેક્શન ઓન કરતા જ ટ્રોલ થઈ ગયો હતો. ફેસબુક પર કોમેન્ટ્સથી તેનુ પેજ ભરાઈ રહ્યુ છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકો તેને ફરી ખરીખોટી સંભળાવી રહ્યાં છે.
ગાંધીનગર :કોંગ્રેસ છોડીને ભાજપના પાલવ પકડનાર હાર્દિક પટેલને ચારેતરફથી નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર પાટીદાર નેતાને લોકોએ બહુ જ સંભળાવ્યા બાદ તેણે મોટું પગલુ લીધુ હતું અને ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતુ. સોશિયલ મીડિયામાં પાટીદાર નેતાને લોકો ખૂબ જ ખરી-ખોટી સંભળવાતા હતા. તો ધમકી પણ મળવા લાગી હતી. ત્યારે આખરે હાર્દિક પટેલે FB પર કોમેન્ટ સેક્શન બંધ કર્યુ હતુ. જોકે, આજે હાર્દિક પટેલે કોમેન્ટ સેક્શન ઓન કરતા જ ટ્રોલ થઈ ગયો હતો. ફેસબુક પર કોમેન્ટ્સથી તેનુ પેજ ભરાઈ રહ્યુ છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકો તેને ફરી ખરીખોટી સંભળાવી રહ્યાં છે.
એક કોમેન્ટમાં કોઈએ લખ્યુ કે, સ્પષ્ટ નીતિ વગરના જુઠા માણસની જનતા ધોલાઈ કરી રહી છે. તો અન્યે એકે લખ્યુ કે, જે વ્યક્તિ ને 1 કલાક 3 હજાર લાઈક આવતી ઈ 700 આવા લાગી અને કૉમેન્ટ તો 90% ખરાબ આવા લાગી.
હાર્દિક પટેલે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલી અગ્નિપથ યોજના વિશે પોસ્ટ કરી હતી. જેના બાદ ધડાધડ ફેસબુક પર લોકો તેની પોસ્ટ પર તૂટી પડ્યા હતા.
લોકોએ તેને ભુંડ ભક્ત, દલ્લા, પલટુરામ હાર્દિક, આંધળો ભક્ત, બિકાઉ માણસ જેવા અનેક શબ્દો કહ્યાં હતા. ફરી એકવાર લોકોએ તેની પોસ્ટ પર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.
અગ્નિપથ યોજનાને લઈને લોકોએ હાર્દિકને ઝપેટમાં લીધો હતો. લોકોએ કહ્યું કે, હાર્દિક પટેલ તમે મોદીજીની સ્કીમનો ફાયદો ઉઠાવો. ચાર વર્ષ બાદ તમે દેશના જનરલ બની જશો.