હાર્દિકભાઈ ભૂલી ગયા એ દિવસો : રાહુલ ગાંધીને ગુજરાત વિરોધી કહેતા લોકો હાર્દિક પટેલ પર ભડક્યા
Hardik Patel attack on Rahul Gandhi : ટ્વિટર યુઝર્સ હાર્દિક પટેલને લોકો એ જૂના દિવસોની યાદ તાજી કરાવી રહ્યાં છે, જ્યારે તેઓ કોંગ્રેસમાં રહીને બીજેપી પર નિશાન તાકતા હતા
Hardik Patel attack on Rahul Gandhi : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટને લઈને એક વર્ડ પ્લે પઝલ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ છોડી ચૂકેલા કેટલાક નેતાઓને ટાર્ગેટ કર્યા હતા. રાહુલે એ પૂર્વ કોંગ્રેસીઓ પર નિશાન સાધ્યું હતું, જેઓ હવે ભાજપના થયા છે. રાહુલની આ ટ્વીટ પર હવે ગુજરાતના ભાજપના નેતા હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે, તમે સત્ય છુપાવો છો, અને તે સત્ય ગુજરાત વિરોધી છે.
એક યુઝરે હાર્દિકના જૂના નિવેદનનો સ્ક્રીન શોટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વારંવાર કોંગ્રેસનું નામ ન લેતા રહો વોશિંગ મશીન. આ નિવેદનમાં હાર્દિકે બીજેપી પર હુમલો બોલાવતા ટ્વીટ કરી હતી કે, હિન્દુ મુસ્લિમના ચશ્મા હટાવીને જુઓ. ભાજપ નગ્ન અને બેશરમ નજર આવશે.
રાહુલ ગાંધી પર પહેલા પણ સાધ્યુ હતું નિશાન
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને બીજેપીનો સાથ પકડ્યો હતો. જેના બાદ રાહુલ ગાંધી પર હાર્દિક પટેલ સતત નિશાન સાધતા રહે છે. આ પહેલા હાર્દિકે વિદેશમાં રાહુલ ગાઁધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓે કહ્યું હતું કે, વિદેશમાં જઈને દેશની બદનામી કરવી ન જોઈએ. તેમની દાદી અને પિતા દેશની સેવા કરી ચૂક્યા છે. હાર્દિકે કહ્યું કે, દરેક કોઈને પોતાની વાત કહેવાનો અધિકાર છે, પરંતુ છબીને નુકસાન પહોંચાડનારા નિવેદન ન આપવા જોઈએ.
[[{"fid":"439054","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"hardik_patel_rahul_gandhi_z.jpg","field_file_image_title_text[und][0][value]":"hardik_patel_rahul_gandhi_z.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"hardik_patel_rahul_gandhi_z.jpg","field_file_image_title_text[und][0][value]":"hardik_patel_rahul_gandhi_z.jpg"}},"link_text":false,"attributes":{"alt":"hardik_patel_rahul_gandhi_z.jpg","title":"hardik_patel_rahul_gandhi_z.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
રાહુલ બતાવ્યુ હતું ADANI નું ફુલ ફોર્મ
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 8 એપ્રિલના રોજ ADANI નું ફુલફોર્મ બતાવીને ટ્વીટ કરી હતી. તેઓએ લખ્યું હતું કે, સત્ય છુપાવે છે, તેથી રોજ ભટકાય છે, સવાલ એ છે કે, અદાણી કંપનીઓમાં ₹20,000 કરોડ બેનામી રૂપિયા કોના છે?' તેમાં તેઓએ A- ગુલામ નબી આઝાદ, D- જ્યોતિરાદિત્ય સિંધિયા, A-કિરણ કુમાર રેડ્ડી, N-હિમંત બિસ્વા સરમા અને I- અનિલ એટર્નીને પણ લપેટ્યા છે.