- હાર્દિકાધ્યક્ષ : ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસ હાલ જાતીવાદ, આંતરિક વિખવાદ, આંતરિક જુથબંધી જેવી અનેક સમ્યાઓ સામે લડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા હવે કમાન હાર્દિક પટેલને સોંપવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવેલા અને ત્યાર બાદ ખેડૂતો અને યુવાનોનાં મુદ્દે પણ સરકાર સામે હુંકાર કરીને ગુજરાતમાં પોતાની ઓળખ બનાવનારા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસ દ્વારા કાર્યકારી કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપી છે. 


દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી
પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા બાદ તેણે યુવાનો અને ખેડૂતોના અનેક મુદ્દે સરકાર સામે હુંકાર કર્યો હતો. ત્યાર બાદ તેણે કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસમાં અનેક મહત્વની જવાબદારી સોંપાયા બાદ હવે તેને કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.


રાજ્યમાં પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક થઇ છે. જો કે અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત્ત રહેશે. ઉપરાંત તત્કાલ અસરથી અન્ય જિલ્લાઓનાં પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

કોંગ્રેસમાં અસંતોષ વધારે વ્યાપે તેવી શક્યતા
ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણુંક થતા કોંગ્રેસના સિનિયર નેતા આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે હાર્દિક પટેલ ન માત્ર યુવા છે પરંતુ કોંગ્રેસમાં જોડાયાને પણ લાંબો સમય થયો નથી. તેવામાં અનેક સીનિયર નેતાઓ હોવા છતા હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે પહેલાથી જ અસંતોષ સામે લડી રહેલી કોંગ્રેસમાં વધારે અસંતોષ વ્યાપ્ત થાય તેવી શક્યતા છે. 

હાર્દિક પટેલનું કદ કોંગ્રેસમાં ખુબ મોટું થયું
હાર્દિક પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક થતા અનેક સીનિયર નેતાઓનાં પત્તા કપાયા છે. જો કે તેના કારણે ગુજરાત કોંગ્રેસમાં હાર્દિકનું કદ ખુબ જ કદ્દાવર થઇ ચુક્યું છે. કોંગ્રેસમાં અનેક જુના દાવેદારોની બાદબાકી થઇ છે. જો કે હજી પણ ત્રણ કાર્યકારી પ્રમુખોની નિમણુંક થાય તેવી શક્યતા છે. 

કોંગ્રેસ નેતાઓએ હસતા મોઢા રાખી રાજકીય જવાબ વાળ્યા
કોંગ્રેસી નેતાઓએ હાઇ કમાન્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને માથે ચડાવ્યો છે. અસંતોષ છતા રાજકીય રિતભાત અનુસાર છેલ્લા અનેક દાયકાઓથી સુષુપ્ત થઇ ગયેલી કોંગ્રેસને બેઠી કરવા માટે યુવા ચહેરા તરીકે હાર્દિક પટેલને પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલની ગુજરાત રાજકારણમાં આગવી ઓળખ છે. આગામી સમયમાં તેને કાયમી પ્રમુખ પણ બનાવી શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર