અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે તે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. આ ઉપવાસ માટે હાર્દિકે સૌથી પહેલા શુકન ચાર રસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો હતો.આ સિવાય વિસ્તારના અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખ્યા છે. સરકારના આ પગલાને લીધે હવે હાર્દિક કઈ જગ્યાએ ઉપવાસ કરવા બેસશે એવો યક્ષપ્રશ્ન ઉભો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંજોગોમાં હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને હાર્દિક એક દિવસનો ઉપવાસ કરશે. હાર્દિકનો આરોપ છે કે, તેણે મંજૂરી માગી તેના 11મા કલાકે જ નિકોલ ગ્રાઉન્ડને પાર્કિંગમાં ફેરવી દેવાયું.


મળતી માહિતી પ્રમાણે હાર્દિકની સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 501 કાર્યકરો કાળી પટ્ટી બાંધીને પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરશે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...