વડોદરા ગેંગરેપની ઘટના વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, આ દરીંદો કોઈ પણ ખુણામાં હશે તેને પકડી પાડીશું
Vadodara Gangrape Case : વડોદરા સામુહિક દુષ્કર્મના બનાવથી ભાવુક થયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,,, સુરતમાં કહ્યું- આ દરીંદો કોઈ પણ ખુણામાં હશે તેને પકડી પાડીશું,,, જીવનમાં ક્યારેય કોઈ આંખ ઊંચી ના કરે તેવી સ્થિતિનું થશે નિર્માણ
Harsh Sanghvi પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં નવરાત્રિના આયોજન દરમિયન ગૃહરાજ્ય મંત્રી વડોદરામાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપની ઘટનાની વાત કરતા ભાવુક થયા હતા. તેમણે જાહેરમાં કહ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે, તેનાથી મારું લોહી ઉકળી ગયું છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું . આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રી ના તહેવાર માં અપરા પર્વ ને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નથી કરતા.
ઘરે રહેલી માંનો વિચારીને કોઈ ખોટું કામ નંઇ કરતા
સુરતમાં નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી વડોદરા ગેંગરેપની ઘટનાની યાદ કરતા ભાવુક થયા હતા. ગૃહરાજ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે. મારું લોહી ઉકળી ગયું છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શકતી આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું, ભલે કોઈ પણ ખૂણામાં છુપાયા હોય. આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નંઇ કરતા.
સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજી દેશે
નવરાત્રિ પછી કંઈક મોટું થશે, અંબાલાલ પટેલે અત્યારથી કરી દીધી વાવાઝોડાની આગાહી