ગાંધીનગર: દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમોને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ મોટી જાહેરાત કરાઈ છે. રાજય સરકારે જનતાને ટ્રાફિકમાંથી મુક્તિ આપી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પહેલા સુરત પોલીસ દ્વારા આયોજિતક કાર્યક્રમમાં જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત કહ્યું, દિવાળી પર્વને લઈ આજથી 27 તારીખ સુધી ગુજરાતમાં ટ્રાફિક પોલીસ કોઈની પાસેથી દંડ ઉઘરાવશે નહીં. આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે જેને લઇ ગૃહરાજ્યમંત્રીની આગેવાનીમાં સુરત પોલીસ દ્વારા શહેરના વેપારીઓ અને નાગરિકોને માટે સેફ દિવાલી સેફ સુરત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વને લઈ ગુજરાતની જનતા માટે ખૂબ જ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે દિવાળી પર્વને લઈ આજથી ચાલુ થઈ આવનાર 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ ટ્રાફિક પોલીસ કોઈ જ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં.


દિવાળી પર્વને લઈ શહેરમાં અનેક પ્રકારની ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. ચોરી,લૂંટ, ચેઇન સ્નેચિંગ, ધાડ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી બધી ઘટનાઓથી અવગત કરાવવા અને સાવચેત કરાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા શહેરની જનતાને, પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને તેમની ઉપસ્થિતિમાં શહેરીજનોને પોતાને સુરક્ષિત રહેવા માટેની તમામ બાબતોથી અવગત કરાવ્યા હતા. દરમિયાન સુરત પોલીસ દ્વારા જુદી જુદી રીતે લોકો સાથે થતા ફ્રોડ અને ઘટનાઓથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા.


સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને જનતા વચ્ચે અનેક બાબતો પર લોકોને જાણકારી આપી હતી. આ બધાની વચ્ચે આ વખતના દિવાળી પર્વને લઈ હર્ષ સંઘવીએ ગુજરાતની જનતા માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર છે અને આ દિવાળીના તહેવારમાં મારા ગુજરાતના નાગરિકો જ્યારે સવારે ઘરેથી નીકળી નાની મોટી દિવાળીની ખરીદી કરવા જાય છે. કોઈ તેના પરિવાર સાથે મંદિરમાં પૂજા, દર્શન કરવા જાય છે.ત્યારે તેમની સાથે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેના માટે આજે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ચાલુ થઈને આવનાર 27 તારીખના રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવશે નહીં.


લોકોને જાહેરમાં સંબોધતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ટ્રાફિક પોલીસ ગુજરાતના કોઈપણ નાગરિકને હેલ્મેટ પહેર્યા વગર પકડશે કે પછી લાઇસન્સ વગર કે પછી બીજા કોઈ ટ્રાફિક નિયમ નહીં કરવા બદલ પકડશે તો એને ભાન કરાવું તો જરૂરી છે. તેના માટેના પ્રયત્નો પણ જરૂરથી કર્યા છે. તે પ્રયત્નના ભાગરૂપે આ વર્ષે આઝાદીકા 75માં વર્ષની દિવાળીની ઉજવણી નિમિત્તે તેઓને એક ફૂલ આપી ગુજરાત ભરમાં કાર્ય કરવા જઈ રહ્યા છે. 


દિવાળીના તહેવારમાં તમારા બચતથી ગરીબ પરિવાર મધ્યમ વર્ગના પરિવાર પાસે સામાન ખરીદવાના હોય, પછી તે દીવડાવો હોય કે પછી બહાર લટકાવવાના તોરણો હોય કે પછી અલગ અલગ રંગોળી પુરવાના રંગો હોય અને તે તમારા બચતની રકમ પોલીસના દંડમાં ન જાય માટે અમે આ નિર્ણય લીધેલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube