ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાંથી પકડતા ડ્રગ્સ અંગે ફરી એકવાર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ જોઈ નથી. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલોલ નજીક ભેદી બ્લાસ્ટથી ખળભળાટ! 25 કિ.મી સુધી મકાનો અને ફેક્ટરીની દીવાલો ધ્રુજી


તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું. તો અસામાજિક તત્વોને પણ હર્ષ સંઘવીએ કાયદામાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 


ચક્રવાતી તોફાન હમૂન બન્યું ખતરનાક, આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ, IMDનું એલર્ટ


ઉલ્લેખનીય છે કે, આજે દશેરાની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ રાજ્યમાંથી ઝડપાઈ રહેલા ડ્રગ્સને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.


ગીરના જંગલમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, દરગાહ પર સિંહણે દુઆ માંગી હોય તેવું દેખાયું