ગીરના જંગલમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, દરગાહ પર સિંહણે દુઆ માંગી હોય તેવું દેખાયું

Lion Video Viral : ગીરના જંગલમાં ઇંટવાયા-ખિલાવડ રોડ પર આવેલી રહીમશાહ બાબાની દરગાહ પર સિંહણ દુઆ માંગવા આવી પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા... વીડિયો વાયરલ થયો

ગીરના જંગલમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, દરગાહ પર સિંહણે દુઆ માંગી હોય તેવું દેખાયું

Gir Somnath ગીર સોમનાથ : ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. તેવી જ રીતે ગીરગઢડા નજીક ગીર જંગલની બોર્ડર નજીક આવેલ રહિમશાહ બાબાની દરગાહ પર વન્યપ્રાણી સિંહ અવાર નવાર આવી ચઢે છે. ત્યારે ગત રાત્રિના સમયે રહિમશાહ બાબાની દરગાહએ એક સિંહણ દરગાહ પર આવી ચઢી હતી. પરંતું આ સમયે અદભૂત દ્રષ્ય જોવા મળ્યું હતું. સિંહણે દરગાહની આગળ આગળના બે પંજા ઉંચા કરીને નમન કરી શિશ ઝુકાવ્યું હતું. 

ગીરના જંગલમાં ઇંટવાયા-ખિલાવડ રોડ પર આવેલી રહીમશાહ બાબાની દરગાહ પર સિંહણ દુઆ માંગવા આવી પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહણે દરગાહ પર દુઆ માંગી હોય તેો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 24, 2023

 

આ સમયે નજીક ગીરગઢડાના ખિલાવડ-ઇંટવાયા રોડ પરથી પસાર થતાં લોકોના નજરે પડતા સમગ્ર ઘટનાનો વિડીયો કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

આવું પહેલીવાર નથી થયું કે કોઈ સિંહણ રહિમ શાહ બાબાની દરગાહ પર જોવા મળી હતી. આ પહેલા પણ આ દરગાહ પર સિંહ અને સિંહણ આવી ચઢ્યા હોય તેવું અનેક સ્થાનિકો અને પ્રવાસીઓએ જોયું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news