સુરત: વિધાનસભાની ચૂંટણી પહેલા હવે નેતાઓ એકબીજા પર નામ લીધા વિના નિવેદનબાજી કરી રહ્યા છે, ત્યારે આજે સુરતના પીપલોદ ખાતે 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરીના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલે આપેલ નિવેદન બાબતે નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્યારેક આપના તો ક્યારેક કોંગ્રેસના નેતા ક્યારેક મંદિરમાં કે સભામાં ન જવું તે રીતે આસ્થાને ઠેસ પહોંચાડવાનું કારણ બને છે. પહેલા ભગવાન રામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કૃષ્ણના ભક્તોને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે, તેને ખરેખર હું વખોડી કાઢું છું. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દેશની તમામ તાકાત ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે. 


સંઘવીએ જણાવ્યું હતું કે, એક વડીલ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે તે અતિ નિંદનીય બાબત છે. દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી હોય ત્યારે આ પ્રકારે સમાજને અલગ કરતા નિવેદન અપાય તે તપાસનો વિષય છે. આ નિવેદન નથી એ તેમની વિચારધારા છે. એ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો છે.


રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પહેલા બાળકની પરીક્ષા કરતા બાળક રસ્તામાં જતો હોય ત્યારે હુલ્લડ ન થઈ જાય તેની ચિંતા વાલીઓને રહેતી હતી. પહેલા ગુંડાઓના નામના બેનરો લાગતા હતા અને તેના પર લખાતું હતું કે નહીં ગુજરાત સરકારના કાયદાના લાગુ પડતા નથી. 2002 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના ગૃહમંત્રી તરીકે જવાબદારી લઈને એક પછી એક મહત્વના નિર્ણય કર્યા. 


હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને એક પછી એક કડક પગલાં લેવાની છૂટ આપવામાં આવી હતી. કડકમાં કડક કાયદાઓ બનાવવામાં આવ્યા એ વખતે અનેક પ્રકારના કાયદાઓ આપણે લાવતા હતા, પણ કેન્દ્ર સરકારમાંથી પસાર ન થાય તેવી પરિસ્થિતિ હતી. સંઘવીએ નામ લીધા વગર મેઘા પાટકર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી મળતી ન હતી. અનેક નેતાઓએ નર્મદા ડેમ બનાવતો રોકવા માટે અલગ-અલગ પ્રયાસો કર્યા. નર્મદા ડેમને બનતો અટકાવવા માટે કોને પ્રયાસ કર્યા હતા.


હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરી નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળની કલેકટર કચેરી બનવા જઈ રહી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે 14 ટાવર એક વર્ષના ટૂંકા ગાળામાં બનાવી દેવાશે. આ બહુમાળી સરકારી ઇમારતનું આર્કિટેક અનોખું રહેશે. ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઇમારત બનશે જે ચોમાસા દરમિયાન આકાશમાંથી પડેલા બે લાખ લીટર જેટલા પાણીઓનો સ્ટોરેજ કરી શકશે. 


આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલર સિસ્ટમ વ્યવસ્થાપન કરવામાં આવનાર 30 ટકા વીજળી સોલારમાંથી મળી રહેશે. આ ઇકોફ્રેન્ડલી ઇમારતના બાંધકામ માટેનું ખાતમુહર્ત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube