બ્રિજેશ દોશી, અમદાવાદ: ખેડૂતોને દેવા માફી મુદ્દે વધુ એકવાર ગૃહમાં રાજકારણ થશે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતોના દેવા માફી બિન સરકારી સંકલ્પ મુક્યો છે જે ગુરુવારે ગૃહમાં રજૂ થશે. આ બિન સરકારી વિધેયક હશે જેમાં રાજ્યના ખેડૂતોનું દેવું માફ થવા મુદ્દે રજુઆત કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન


હર્ષદ રિબડીયાનો દાવો છે કે, રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ખરાબ છે અને તેમને પાક નિસફળ જવાથી નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તેમને દેવા માફીની મદદ મળે તે જરૂરી છે. જોકે આ બિન સરકારી વિધેયક છે એટલે બંને પક્ષો પોતપોતાની રજુઆત કરશે. પરંતુ કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી આ વિધેયક પસાર નહીં થાય.


વધુમાં વાંચો:- VIDEO: કચ્છની 'કોયલ' ગીતા રબારીએ PM મોદી સાથે મુલાકાત કરી, કહ્યું- 'અમે રાજી મોદીજી...'


તેવા સંજોગોમાં ભાજપના ધારાસભ્યોનું સમર્થન કોંગ્રેસે માંગ્યું છે. મોટાભાગના ધારાસભ્યો ખેડૂતોના મતોથી જીતીને આવે છે. ત્યારે ખેડૂતોના હિતમાં આ બિન સરકારી વિધેયકને સમર્થન આપવા માગ કરવામાં આવી છે. કોંગ્રેસનો દાવો છે કે, આ બિલને સમર્થન ન કરનાર ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો આ મામલે એક થઈને સહકાર આપે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...