રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન

રાજકોટમા માનવ જગતને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. ખુદ માતા-પિતાએ જ તેમની 19 મહિનાની દીકરીની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ દીકરીની હત્યા કર્યા બાદ માતાપિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Updated By: Jul 8, 2019, 03:22 PM IST
રાજકોટ: 19 મહિનાની દીકરીની હત્યા કરી માતાપિતાએ કર્યું અગ્નિસ્નાન

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમા માનવ જગતને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. ખુદ માતા-પિતાએ જ તેમની 19 મહિનાની દીકરીની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ દીકરીની હત્યા કર્યા બાદ માતાપિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

વધુમાં વાંચો:- ઠાકોર માટે ઠાકોરનું બલિદાન કે કટ ટુ સાઇઝ? અલ્પેશ ઠાકોરનું 'ભાજપ' માટે કોકડું ગૂંચવાયું!!!

રાજકોટના હંસરાજનગરમા રહેતા રાવરાણી પરિવારની ખુશબુ વિખેરાય ચુકી છે. તેની પાછળ આર્થિક સંકળામણનું કારણ છે. તાજેતરમા જ રાવરાણી પરિવાર દ્વારા મકાન ખરીદવામાં આવ્યુ હતુ. જો કે, કોઈ કારણોસર મકાન પર લિધેલ લોન ભરપાઈ ન કરી શકતા રાવરાણી દંપતીએ આપઘાત કરવાનુ વિચાર્યુ હતુ. તેના જ કારણે પ્રથમ મનિષભાઈ અને ભાવિકાબેને સુતેલી દિકરીના ગળે દુપટ્ટો બાંધી ગળાટુપો દઈ તેની હત્યા કરી હતી. તો બાદમા ઝેરી દવા પી અને પોતાના હાથની નસ કાંપી નાખી તેમ છતા વહેલી સવાર સુધી જીવ ગયો ન હતો. જેથી કરીને દંપતિએ ઘરમા રહેલ ગેસના બાટલાની નળી ખુલ્લી મુકી દિવાસળી ચાંપી હતી.

વધુમાં વાંચો:- નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે મેઇન કેનાલ પાણી છોડાયું

આર્થિક સંકળામણના કારણે રાવરાણી દંપતિએ બાળકીની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને શહેરની સિવિલ હોસ્પિટલમા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ બાળકીની હત્યા મામલે પ્રદ્યુમનનગર પોલીસે મૃતક બાળકીના દાદાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પણ આર્થિક સંકળામણના કારણે આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...