Ahmedabad News મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં યુવકના આપઘાતને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવકને અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કરી 8 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે યુવકના આપઘાત બાદ પણ ફોન આવતા પરિવારને મામલાની જાણ થઈ અને પોલીસે ફરિયાદ થતા બે આરોપીઓને ઝડપી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ગિરફતમાં આવેલા બન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યો છે. બંને આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળી દેશભરમાં અલગ અલગ લોકોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવી લેવાનુ કામ કરતા હતા. આરોપી અંસાર મેવ અને ઈર્શાદ મેવ સોલામાં રેહતાં યુવકને ફેક અશ્લીલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું. આરોપીઓ થોડા થોડા કરી ને 8 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ વધુ રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા. પરંતુ ભોગ બનનાર યુવકે શરમના કારણે કોઈને કહી ના શક્યા અને ઘરે ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. 


નવી આગાહી : આગામી 3 કલાકમાં ગુજરાતનું વાતાવરણ વેરવિખેર થઈ જશે


મળતી માહિતી પ્રમાણે આરોપીઓ અલગ અલગ 3 સ્ટેપમાં આ કૌભાંડને કરે છે. જેમાં પેહલા ફેક કોલ કરીને સામે વાળાનું રેકોર્ડ કરીને રાખીને રૂપિયાની માંગણી શરૂ કરે છે. બાદમાં સહ આરોપી સીબીઆઈ અથવા પોલીસ અધિકારી બનીને ધમકી આપે અને છેલ્લે કોઈ પણ યુવતીના ફેક ફોટો મોકલીને ‘યુવતીએ આપઘાત કર્યો છે તો જેલ જવાનો વારો આવશે’ તેમ કહી ધમકી આપી રૂપિયા લેવાનુ કામ કરતા હતા. 


રાહુલ ગાંધીના વકીલે કહ્યું, સ્ટે નહિ મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે


 નોંધનીય છે કે આવા કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે. જેથી આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને આવું કોઈ પણ કોલ આવે તો પોલીસની મદદ લેવી જોઈએ. હાલ પોલીસ આરોપીઓ પાસે કબ્જે કરી 6 મોબાઇલ FSL ખાતે મોકલી તપાસ શરૂ કરી છે અને આ લોકો આવી રીતે અન્ય કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા છે તેની તપાસ પણ શરૂ કરી છે. 


સાસરીવાળાની ગેરહાજરીમાં લંપટ બન્યો તાંત્રિક, મહિલાને જમીન પર સૂવડાવી હાથ ફેરવ્યો