દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ચોરી કરતા આવતી હાઇટેક ગેંગની ધરપકડ
દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.
જાવેદ સૈયદ/અમદાવાદ: દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.
મણિનગરના ચંદ્ર પુનમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અને વકીલાત કરતા નયન શાહના ઘરે ગત 15 દિવસ અગાઉ તેમના ઘરે તાળું હતું. આ દરમિયાન દિલ્લીથી આવેલ ચાર ચોરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને તેમના ઘરે રહેલા સોના ચાંદીના દાગીના સહીત રોકડ પૈસા માંડીને કુલ 35 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ નયન શાહે મણીનગર પોલીસમાં કરી હતી.
કાંકરિયા રાઇડ કાંડ: કોર્પોરેશનની બેદરકારી, મેઇન્ટેનસ સર્ટિફિકેટ આપનાર ડિપ્લોમા ફેલ
જુઓ LIVE TV:
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા તમામ આરોપીઓ આંતર રાજ્ય ગેંગના હતા. જેના આધારે તપાસ કરતા પોલીસે ભરત ઉર્ફ્ર ગોલુ, રીઝવાન ઉર્ફે દ્ઉવા. ઝાહેદ્ખાન પઠાણ અને શાહનવાઝને દિલ્લીથી ઝડપી પડ્યા હતા. તમામ આરોપીઓ અમદાવાદ ચોરી કરવા માટે બાય ફ્લાઈટ દિલ્લીથી અમદાવાદ આવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે હાલ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.