Ahmedabad News : તમે જે મિનરલ પાણી પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે? આ સવાલ એટલા માટે પૂછવો પડ્યો છે. કારણ કે ફક્ત 20-25 રૂપિયામાં 20 લીટર મિનરલ વોટરની જે બોટલ તમારા ઘર સુધી પહોંચે છે તે બોટલ મિનરલ વોટર માટેની જે ગુણવત્તા નક્કી કરાઈ છે તેના ધજાગરા ઉડાડી રહી છે. બોટલ પર ડીલરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉપયોગની અંતિમ તારીખ સહિતની કેટલીક માહિતી લખવી ફરજિયાત છે. પરંતુ આવા કોઈપણ નિયમનું પાલન નથી થતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ મુજબ પેકેજ વોટર એટલે એવું પાણી જે કોઈપણ પ્રોસેસમાંથી પસાર થયેલું હોય. પેકેજ વોટરના ઉત્પાદકોએ BIS પાસેથી લાયસન્સ મેળવી ફરજિયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું હોય છે. BIS ના લાયસન્સ બાદ ફૂડ વિભાગમાંથી FSSAI પાસેથી લાયસન્સ મેળવવાનું હોય છે. ફૂ઼ડ વિભાગે પણ આવા યુનિટનું નિયમિત ચેકિંગ કરવું પડે છે. પરંતુ હકીકત એ છે કે ન તો વેપારીઓ આવા લાયસન્સ મેળવી નિયમોનું પાલન કરી રહ્યા છે, ન તો ફૂડ ઈન્સ્પેક્ટર્સ વિઝીટ લઈ રહ્યા છે. 


ટ્રાફિકથી સતત ધમધમતો સૌરાષ્ટ્રનો આ મુખ્ય રોડ 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે


હવે એક નજર એના પર પણ કરી લઈએ કે, મિનરલ વોટરના ઉત્પાદક એકમો માટે કયા કયા નિયમો હોય છે. આવા એકમોએ તો IS10500 મુજબ ફરજિયાત લાયસન્સ લઈ તેના પાણીનું વેચાણ કરવાનું હોય છે. પરંતુ તે નિયમનું પાલન થતું નથી. અને એટલે જ આવું પાણી પીવાથી આંતરડાને નુકસાન પહોંચે છે. આ પાણી પીનારાઓને પથરીની પણ સમસ્યા થઈ શકે છે.


આ બંને છોકરીઓએ 3 વર્ષમાં 500 કરોડ આવક ઉભી કરી



એક RTI માં થયેલા ખુલાસા પ્રમાણે અમદાવાદમાં માત્ર 14 એકમો પાસે FSSAI નું લાયસન્સ છે. જેમાંથી 10 એકમો પેકેજિંગ મિનરલ વોટર અને 4 એકમો નેચરલ વોટરનું ઉત્પાદન કરે છે. તો અહીં સવાલ એ થાય કે શું આખા અમદાવાદમાં ફક્ત 14 જ મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુટર્સ છે? શહેરમાં અનેક સ્થળોએ જે એકમો આવેલા છે તેમની પાસે લાયસન્સ છે કે નહી? જો લાયસન્સ નથી તો તેમના વિરૂદ્ધ કેમ કાર્યવાહી થતી નથી? આવા એકમોને કોના છુપા આશીર્વાદ છે?


બેકાર યુવાનોને રાતોરાત લખપતિ બનવાના સપના જોવા ભારે પડ્યા, જેલ જવાનો આવ્યો વારો