વડોદરા: કોવિડ-19 રોગચાળા સામે લડત આપવા માટે દરેક નાગરિક સહકાર આપવાનો અને પોત-પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ અનિશ્ચિત સમયમાં  એચડીએફસી બેંક લિ.એ તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીએમસી)ને 600 પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ)નું દાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંક લિ.ના અધિકારીઓ દ્વારા આ કિટ્સને વીએમસી ઑફિસ ખાતે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર એન. બી. ઉપાધ્યાય (આઇએએસ)ને હસ્તગત કરવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંક લિ.એ હાલમાં જ વીએમસી સાથેના સહયોગમાં વડોદરામાં તેની મોબાઇલ એટીએમ સેવા શરૂ કરી હતી, જેથી લોકોને તેમની રોકડની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થઈ શકાય અને તેમણે મૂળભૂત બેંકિંગ લેવડદેવડ માટે બહાર નીકળવાનું સાહસ ન ખેડવું પડે અને ચેપ લાગવાના જોખમનો સામનો કરવો પડે નહીં.


અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના ગુરૂવારે વધુ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2042 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીના સૌથી વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આમ કુલ 1456 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 536 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 121 દર્દી ઓક્સિજન ઉપર અને 32 દર્દી વેન્ટીલેટર ઉપર છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube