`ગઈ રાત્રે જે કર્યું હતું, તેવું મારી સાથે કર`, ચા પીવાના બહાને ઘરમાં ઘૂસી સગીરા સાથે દુષ્કર્મ!
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતું દંપતિ વતન ગયું હતું. રાત્રે દસ વાગ્યાના અરસામાં પરિચીતનો ફોન આવ્યો હતો. તેમના મકાનમાં એકલી રહેલી 15 વર્ષીય પુત્રીને મળવા આવેલો એક યુવક ત્રણ કલાકથી અંદર હોવાની જાણ કરી હતી.
ઝી બ્યુરો/સુરત: વતન ગયેલાં માતા-પિતાની ગેરહાજરીમાં રાત્રે એકલી પડેલી 15 વર્ષીય સગીરાના ઘરમાં ચા પીવાના બહાને ઘૂસી આવેલાં યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ વાતે સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો. સગીરા રાત્રે યુવક સાથે હોવાની જાણ પિતાને કરી દેવાની ધમકી આપી મળસ્કે પાંચ વાગ્યે ધસી આવેલાં યુવકે પણ લાજ લેવાના ઇરાદે અડપલાં કરતાં પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. બન્નેની ધરપકડ કરી હતી.
ગુજરાતમાં શિક્ષક સહાયકોની ભરતીના નિયમો જાહેર, 20 ટકા ઉમેદવારોનું બનશે વેઈટિંગ લિસ્ટ
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતું દંપતિ વતન ગયું હતું. રાત્રે દસ વાગ્યાના અરસામાં પરિચીતનો ફોન આવ્યો હતો. તેમના મકાનમાં એકલી રહેલી 15 વર્ષીય પુત્રીને મળવા આવેલો એક યુવક ત્રણ કલાકથી અંદર હોવાની જાણ કરી હતી. તે સાથે જ આ વાત સોસાયટીમાં જાહેર થઈ ગઈ હતી. ટોળાંએ દરવાજો ખોલાવતાં અંદરથી નજીકની સોસાયટીમાં રહેતો સુરેન્દ્ર પાટીલ નામનો યુવક નીકળ્યો હતો. સગીરા સાથે કશું અઘટિત થયાની શંકા બધાને ગઈ હતી. તે દરમ્યાન યુવક ઝડપથી જતો રહ્યો હતો.
PMનું સપનું થશે સાકાર! 1200 કરોડના ખર્ચે અંબાજીની થશે કાયાપલટ, માસ્ટર પ્લાન તૈયાર
આ હોબાળાથી સોસાયટીમાં રહેતાં દિપક પાંડે પણ માહિતગાર હતો. મળસ્કે પાંચ વાગ્યે આ યુવકે દરવાજો ખટખટાવ્યો હતો. પોતે ચેક કરવા આવ્યાનું જણાવી ઘરમાં બળજબરીથી ઘૂસી આવ્યા બાદ ગતરાત્રે જે સુરેન્દ્ર સાથે કર્યું હતું. તેવું મારી સાથે કર તેમ કહી બિભત્સ માંગણી કરી હતી. પોતાની વાત નહિ માને તો ગતરાત્રે સુરેન્દ્ર સાથે જે કર્યું હતું તે પિતાને કહી દેવાની ધમકી આપી છેડતી કરી હતી. જોકે આ સગીરાએ પ્રતિકાર કરતાં તે ધમકી આપી ભાગી છૂટયો હતો.
આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, મોટી આગાહી
ગતરોજ સગીરાના માતા-પિતા વતનથી સુરત આવી પહોંચ્યા હતા અને સગીર પુત્રીને લઈ ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ બંને વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ! કોણે કરી કટકી?