અમદાવાદ : અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી કુંવરજી બાવળીયાએ મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. તેઓએ વીડિયો બનાવી આ અંગેની જાહેરાત કરી હતી. તેઓ 2017થી અખિલ ભારતીય ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું કે, કેબિનેટ મંત્રીપદનો કાર્યભાર અને જુદી જુદી સંસ્થામાં જોડાયેલા હોવાથી આ સંગઠનના કામને પહોંચી નહી વળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દેશનાં 17 રાજ્યોમાં કોળી સમાજના સંગઠનો ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેઠે યુવતીને બાહોમાં લઇને કહ્યું તારા વગર મારુ મન જ નથી ભરાતું, આવ થોડી મજા કરીએ...


કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી 2017 માં દેશના જુદા જુદા 17 રાજ્યના પ્રતિનિધિ તરફથી સર્વસંમતીથી સોપી હતી. 2020 માં મારા કાર્યકાળના 3 વર્ષ પુર્ણ થતા આ સમય દરમિયાન કોરોનાને કારણે આ સમય દરમિયાન કોરોનાની સ્થિતીને ધ્યાને લઇને 1 વર્ષ બાદ માટે મને વિશેષ એક્સટેન્શન દ્વારા જવાબદારી સોંપાઇ હતી. જો કે સરકારમાં કેબિનેટ મંત્રી કરી જવાબદારી ઉપરાંત પાણી પુરવઠ્ઠા, પશુપાલન અને ગામગૌ નિર્માણ વિભાગની જવાબાદારી પણ મારા પર હોવાથી કામનું ભારણ વધારે રહે છે. 


GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 23 કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી નહોતો વળતો. જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી માંથી હું મુક્ત થઇ રહ્યો છું. આ જવાબદારી કોઇ અન્ય યોગ્ય વ્યક્તિને મળે અને મને મુક્ત કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube