જેઠે યુવતીને બાહોમાં લઇને કહ્યું તારા વગર મારુ મન જ નથી ભરાતું, આવ થોડી મજા કરીએ...

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ ચોંકાવનારી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે પોતાનાં પતિ સહિત સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે, પતિ દારૂ પીને માર મારતો હતો. જ્યારે જેઠ તેને બાથમાં લઇને તારા વગર મને નથી ગમતું કહીને પરેશાન કરતો હતો. આ હરકતોથી કંટાળીને યુવતીએ સાસરીયાને ફરિયાદ કરતા સાસરીયાઓએ કહ્યું કે તેને ભુત વળગ્યું છે. તેની તાંત્રીક વિધિ ચાલી રહી છે. હમણા થોડા દિવસ આવુ ચલાવી લે. 

Updated By: Aug 1, 2021, 08:53 PM IST
જેઠે યુવતીને બાહોમાં લઇને કહ્યું તારા વગર મારુ મન જ નથી ભરાતું, આવ થોડી મજા કરીએ...
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ ચોંકાવનારી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે પોતાનાં પતિ સહિત સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે, પતિ દારૂ પીને માર મારતો હતો. જ્યારે જેઠ તેને બાથમાં લઇને તારા વગર મને નથી ગમતું કહીને પરેશાન કરતો હતો. આ હરકતોથી કંટાળીને યુવતીએ સાસરીયાને ફરિયાદ કરતા સાસરીયાઓએ કહ્યું કે તેને ભુત વળગ્યું છે. તેની તાંત્રીક વિધિ ચાલી રહી છે. હમણા થોડા દિવસ આવુ ચલાવી લે. 

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 23 કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

આ ઉપરાંત સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતીના 2014માં પંજાબ ખાતે રહેતા એક યુવત સાથે લગ્ન થયા તા. ત્યાર બાદ 2015 માં એક દિકરીનો જન્મ થયો હતો. જેથી તેના પતિ અને સાસરિયાઓનું વર્તન બદલાઇ ગયું હતું. દીકરીને જન્મ બાદ આ યુવતીને તેનો પતિ, સાસુ-સસરા જેઠ જેઠાણીએ બાળકીના જન્મ મુદ્દે મહેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. અમારા પરિવારનો સત્યાનાશ કરી નાખ્યો તેવા મ્હેણા મારી યુવતીને સાસરીયાઓ દ્વારા અપમાનિત કરતા હતા. તેનો પતિ રોજ દારૂ પીને બિભત્સ ગાળો આપતો અને માર મારતો હતો. 

ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ

યુવતી લગ્ન કરીને સાસરિયામાં રહેવા ગઇ ત્યારથી તેનો જેઠ તેના પર નજર બગાડતો હતો. યુવતી તેના જેઠને પિતા સમાન હોવાનું કહેતી ત્યારે જેઠ કહેતા કે તારા વગર મન નથી લાગતું આમ કહીને યુવતીને બાહોમાં ભરીને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આ કર્યા બાદ તેને ધમકી પણ આપી કે જો કોઇને આ અંગે કહીશ તો તારા છુટાછેડા કરાવી દઇશ. આ યુવતીએ તેના પતિ-સાસુ-સસરા અને જેઠાણીને આ અંગે વાત કરતા તેમણે વહુનો જ વાંક કાઢ્યો હતો. તેને અપશબ્દો પણ કહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube